ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
પેગાસસ જાસૂસી કેસની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા એમ પણ કહ્યું કે લોકોની જાસૂસીને કોઈપણ કિંમતે મંજૂરી આપી શકાય નહીં.
સાથે જ કોર્ટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે અને તપાસ માટે આઠ સપ્તાહનો સમય આપ્યો છે.
ત્રણ સભ્યોની સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આરવી રવિન્દ્રન કરશે, જયારે અન્ય સભ્યો આલોક જોશી અને સંદીપ ઓબેરોય હશે.
કોર્ટે એ પણ સ્વીકાર્યું છે કે આ મામલે કેન્દ્ર દ્વારા કોઈ સ્પષ્ટ વલણ લેવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે ગત 13 સપ્ટેમ્બરે ઈઝરાયેલ દ્વારા પેગાસસ સ્પાયવેરના ઉપયોગ કરાયો હોવાથી, તેની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓના સમૂહ પર વચગાળાના નિર્દેશોના મુદ્દા પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
મુંબઈ મહાનગર પાલિકાનો અજબ કારભાર; દાદરમાં પરપ્રાંતિય ફેરીયાઓનો કબજો; સ્થાનિક ફેરીયાઓને ચિંતા.