ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
બેસ્ટ ઉપક્રમે મુંબઈ ઍરપૉર્ટને શહેરના વિવિધ ભાગો સાથે જોડવા માટે વિશેષ બસસેવા શરૂ કરી છે. આ યોજના અંતર્ગત દક્ષિણ મુંબઈની તાજ હૉટેલ તેમ જ ટ્રાઇડન્ટ અને હૉટેલ પ્રેસિડન્ટ જેવી પાંચ સિતારા હૉટેલોને ઍરપૉર્ટ સાથે જોડવામાં આવી છે. હવે આ યોજનાને પશ્ચિમ અને પૂર્વ ઉપનગર સાથે જોડવા માટે બોરીવલી પૂર્વથી તેમ જ વાશીથી બેસ્ટની બસ ઍરપૉર્ટ માટે સેવા શરૂ કરશે.
શિવસેનાના આ નગરસેવકની ગમે એ ઘડીએ ધરપકડ થશે, બૉમ્બે હાઈ કોર્ટે જામીન અરજી નકારી
બસ ક્યારે ઊપડશે અને કેટલા વાગ્યે?
બોરીવલી પૂર્વથી સવારે છ વાગ્યે તેમ જ આઠ વાગ્યાની વચ્ચે ત્રણ ઍર કન્ડિશન બસ ઍરપૉર્ટ જશે. આ ઉપરાંત સાંજે સાડાત્રણથી સાડાપાંચ દરમિયાન ત્રણ બસ ઍરપૉર્ટ માટે ઊપડશે.
આ ઉપરાંત ઍરપૉર્ટથી સાંજે પાંચથી સાત વાગ્યાની વચ્ચે ત્રણ બસ બોરીવલી પૂર્વ આવશે તેમ જ સવારે સાડાસાતથી સાડાનવ દરમિયાન ત્રણ બસ ઍરપૉર્ટ થી બોરીવલી આવશે.
ભાડું કેટલું હશે?
આ બસ સેવા માટેનું ભાડું 50 રૂપિયાથી 150 રૂપિયા જેટલું હશે.

Leave a Reply