સારા સમાચાર : લોકલ ટ્રેનની ભીડમાં થશે ઘટાડો, આ તારીખથી 100 ટકા ક્ષમતાએ ટ્રેન દોડશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑક્ટોબર, 2021

મંગળવાર

મુંબઈ સહિત દેશમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. ધીમે ધીમે જનજીવન સામાન્ય બની રહ્યું છે. એ સાથે જ મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં પણ હવે ભીડ વધવા માંડી છે. એથી બહુ જલદી લોકલ ટ્રેન 100 ટકા ક્ષમતા સાથે દોડવાની છે. રેલવે પ્રશાસન બહુ જલદી એની જાહેરાત કરે એવી શક્યતા છે.

સેન્ટ્રલ રેલવેમાં કોરોના અગાઉ લગભગ 45થી 50 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા. કોરોના મહામારીમાં આ સંખ્યા ઘટી ગઈ હતી. હવે જોકે ફૂલી વેક્સિનેટેડ લોકોને લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી મળી છે. એથી ધીમે ધીમે સેન્ટ્રલ રેલવેમાં પ્રવાસીઓની ભીડી પણ વધી રહી છે. એની સામે હાલ ટ્રેન ઓછી દોડી રહી છે. તેથી પિક અવર્સમાં ટ્રેનમાં ભીડ થવાથી કોરોના ફેલાવાનું જોખમ વધી શકે છે. એથી સેન્ટ્રલ રેલવેએ 100 ટકા ક્ષમતાએ ટ્રેન દોડાવાની તૈયારી કરી લીધી છે. ફક્ત ઉપરથી ગ્રીન સિગ્નલ મળે એની રાહ જોવાઈ રહી છે.  એકાદ-બે દિવસમાં એનો નિર્ણય લેવાઈ જશે તો કદાચ આ ગુરુવારથી પૂર્ણ ક્ષમતાએ ટ્રેન દોડશે.

ગૃહિણીઓની દિવાળી સુધરશે : કાંદાના ભાવ ગગડ્યા, કિલોએ આટલા રૂપિયાનો થયો ઘટાડો; જાણો વિગત

હાલ વેસ્ટર્ન રેલવેમાં 1,367માંથી 1,300 ઉપનગરીય સેવા ચાલુ છે, તો સેન્ટ્રલ રેલવેમાં 1,774માંથી 1,686 સેવા ચાલુ છે. હાલ બંને રેલવેમાં મળીને 40 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા છે. સ્કૂલ, કૉલેજ પણ ચાલુ થઈ ગઈ છે, એથી ભીડ પણ વધી રહી છે. 

સેન્ટ્રલ રેલવે ટ્રેન સર્વિસ પૂર્વવત્ કરવાની છે. એ અગાઉ આ સપ્તાહથી 15 ડબ્બાની લોકલ પણ ફરી ચાલુ કરવાની છે. 15 ડબ્બાની ટ્રેનમાં વધુ પ્રવાસીઓને સમાવવાની ક્ષમતા હોય છે.  

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!