ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર
વેબ-સિરીઝ ‘સ્કૅમ 1992’માં હર્ષદ મહેતાની ભૂમિકાથી રાતોરાત સ્ટારડમમાં ઊભરી આવેલો અભિનેતા પ્રતીક ગાંધી કહે છે કે તેની એક ઇચ્છા છે કે તે તેના નામથી નહીં, પણ જે પાત્ર ભજવે છે તેના દ્વારા ઓળખાય. પ્રતીકની તાજેતરની રજૂઆત 'ભવાઈ' છે. આ ફિલ્મમાં તે રાજા રામ જોશીની ભૂમિકામાં છે અને અભિનેત્રી આંદ્રિતા રે રાનીની ભૂમિકામાં છે. તે એક ડ્રામા કંપનીમાં કામ કરતાં બે કલાકારોની પ્રેમકહાની અને તેમની રીલ લાઇફ તેમના વાસ્તવિક જીવનને કેવી રીતે અસર કરે છે એની આસપાસ ફરે છે.
એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં તે કેવા પ્રકારની કામની ઇચ્છા રાખે છે? પ્રતીકે કહ્યું કે ‘કોઈ એક ખાસ પ્રકાર નથી કે જેના પર હું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. કારકિર્દીનો એવો કોઈ રસ્તો નથી જે મેં ધ્યાનમાં લીધો હોય, પરંતુ હું અલગ-અલગ પાત્રો માટે સમાન રીતે કામ કરવા માગું છું. મારી વ્યક્તિગત ઇચ્છા અલગ-અલગ પાત્રો ભજવવાની છે, મારે મારા પાત્રથી ઓળખાવું જોઈએ, મારા નામથી નહીં.’
રાજ અનડકટ (ટપ્પુ)નો હાથ પકડીને જોવામાં આવી હતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આ અભિનેત્રી; જાણો વિગત
અભિનેતા આગળ હૉરર કૉમેડી 'અતિથિ ભૂતો ભવ' અને વેબ સિરીઝ 'સિક્સ સસ્પેક્ટ્સ'માં જોવા મળશે.