ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
મધ્ય રેલવેએ ટેક્નિકલ કારણોસર રવિવારે મેગાબ્લૉક લેવાનો નિર્ણય કર્યો છે. મધ્ય રેલવે, મુંબઈ વિભાગે જણાવ્યું છે કે મેગા બ્લૉક એના ઉપનગરીય વિભાગો પર વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણીનાં કામો હાથ ધરવા માટે રવિવાર, 24 ઑક્ટોબરે રહેશે.
થાણે-કલ્યાણ અપ અને ડાઉન સ્લો રૂટ સવારે 11.00થી બપોરે 4.00 સુધી, મુલુંડથી સવારે 10.43થી બપોરે 3.46 વાગ્યે ઊપડતી ડાઉન સ્લો/સેમી-ફાસ્ટ સેવાઓ મુલુંડ અને કલ્યાણ સ્ટેશન વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. ડોમ્બિવલી, દિવા, થાણે સ્ટેશનો પર રોકાશે અને આગળ મુલુંડ સ્ટેશન પર અપ ધીમી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે.
કલ્યાણથી સવારે 10.37થી બપોરે 3.41 વાગ્યા સુધી ઉપડનારી ધીમી/સેમી-ફાસ્ટ સેવાઓને કલ્યાણ અને મુલુંડ સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લેનમાં ડાયવર્ટ કરવામાં આવશે અને ડોમ્બિવલી, દિવા, થાણે સ્ટેશનો પર થોભશે અને પછી મુલુંડ સ્ટેશન પર ધીમા રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે.
મુંબઈ શહેરમાં ગટરનાં ઢાંકણાચોરોનો હાહાકાર, આ વિસ્તારમાં બધી ગટરો ખુલ્લી, સંભાળીને ચાલજો; જાણો વિગત
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી સવારે 11.00થી સાંજના 5.00 વાગ્યાની વચ્ચેની તમામ અપ/ડાઉન ઊપડતી ધીમી સર્વિસ શેડ્યૂલ કરતાં 10 મિનિટ મોડી આવશે/પ્રસ્થાન કરશે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) મુંબઈ માટે સવારે 10.49થી સાંજે 4.01 વાગ્યા સુધી પનવેલથી ઊપડતી હાર્બર લાઇન અને સવારે 10.03થી 3.16 વાગ્યા સુધી CSMTથી પનવેલ/બેલાપુર જતી ડાઉન હાર્બર લાઇન સેવાઓ સ્થગિત રહેશે.
પનવેલથી થાણે જતી અપ ટ્રાન્સહાર્બર લાઇનની સેવાઓ સવારે 9.01 વાગ્યાથી બપોરે 3.53 વાગ્યા સુધી અને થાણેથી પનવેલ જતી ડાઉન ટ્રાન્સહાર્બર લાઇનની સેવાઓ સવારે 10.01 વાગ્યાથી બપોરે 3.20 વાગ્યા સુધી સ્થગિત રહેશે.
નેરુલથી ખારકોપર જતી ડાઉન લાઇન સેવાઓ સવારે 10.15થી બપોરે 2.45 વાગ્યા સુધી અને ખારકોપરથી નેરુલ જતી અપ લાઇન સેવાઓ સવારે 10.45થી બપોરે 3.15 વાગ્યા સુધી રદ રહેશે.
બ્લૉકના સમયગાળા દરમિયાન બેલાપુર અને ખારકોપર વચ્ચેની સેવાઓ નિર્ધારિત સમય મુજબ ચાલશે. તેમ જ CSMT-વાશી વિભાગ પર વિશેષ લોકલ ટ્રેનો દોડશે અને થાણે-વાશી/નેરુલ સ્ટેશન વચ્ચે ટ્રાન્સહાર્બર લાઇન સેવાઓ ઉપલબ્ધ રહેશે.
ઉલ્લેખનીય છે કે આ મેગા બ્લૉક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને સુરક્ષા માટે જરૂરી છે. એથી પ્રશાસને મુસાફરોને સહકાર આપવાની વિનંતી કરી છે.
થાણેમાં ગેરકાયદે ફેરિયાની ગુંડાગીરી તો જુઓ; પાલિકાના કર્મચારીઓને, કહ્યું-તમારી ગરદન ઉડાવી નાખીશ