ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
કોસ્ટલ રોડ બાદ મુંબઈ મહાનગરપાલિકાનો અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા ગોરેગામ-મુલુંડ લિન્ક રોડનું કામ ઝડપી બનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે, પરંતુ લિન્ક રોડમાં ફ્લાયઓવરનું કામ ત્યાં રહેલાં અતિક્રમણોને કારણે અટવાઈ પડ્યું હતું. પાલિકાના P-દક્ષિણ વૉર્ડ દ્વારા ઍક્શન લઈને 35 જેટલાં અતિક્રમણોનો સફાયો બોલાવી દેવામાં આવ્યો હતો.
ગોરેગામ-મુલુંડ લિન્ક રોડમાં ૧૦૧ અતિક્રમણ આડે આવી રહ્યાં હતાં, જેમાં મુખ્યત્વે ૧૫૦ ફૂટના પહોળા જનરલ અરુણકુમાર વૈદ્ય માર્ગની દક્ષિણ તરફના અને ફિલ્મસિટી રોડના પશ્ચિમ તરફ કુલ ૨,૨૪૦ મીટર લંબાઈના રસ્તા પર આ ગેરકાયદે બાંધકામ હતાં. બે વર્ષ પહેલાં જનરલ અરુણકુમાર વૈદ્ય માર્ગ પર રહેલાં 52 બાંધકામને તોડી પાડવામાં આવ્યાં હતાં. છેક બે વર્ષના ગાળા બાદ ગુરુવાર ૨૧ ઑક્ટોબરનાં બીજા 35 બાંધકામ પર પાલિકાનો હથોડો બોલાયો હતો.
ચીનમાં મહામારી કોરોનાએ ફરી માથું ઊંચક્યું, સંક્ર્મણ વધતા સરકારે લીધા આ કડક પગલા
જનલર અરુણકુમાર વૈદ્યથી ફિલ્મસિટી રોડ પર ૧.૨૯ કિલોમીટર લંબાઈનો ફ્લાયઓવર રત્નાગિરિ ચોકમાં પ્રસ્તાવિત છે. આ ફ્લાયઓવર ટુ-વે છે અને બંને તરફ ત્રણ-ત્રણ એ રીતે છ લેન હશે.