164
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.
ગુરુવાર.
કોરોના વિરુદ્ધની લડાઈમાં ભારતે ઐતિહાસિક કામગીરી બજાવતા વેક્સિનેશનનો 100 કરોડનો તબક્કો પાર કર્યો છે. ફકત 273 દિવસમાં વિશ્ર્વવિક્રમ કહેવાય એમ નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે. તેની ભાજપના મુંબઈના પ્રભારી અને કાંદિવલી (પૂર્વ)ના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે જોરદાર ઊજવણી કરી હતી. 100 કરોડ વેક્સિનેશનનો તબક્કો પૂરો કર્યો હોઈ આ પ્રસંગે તેમણે કાંદિવલી(પૂર્વ)માં એક હોસ્પિટલમાં રાખવામાં આવેલા વેક્સિનેશન કેમ્પમાં 103 કોરોના યોદ્ધાઓનું સન્માન કર્યું હતું. આ દરમિયાન ‘મોદી હૈ તો મુમકિન હૈ’ એનો અનુભવ પૂરી દુનિયાએ કર્યો હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન 100 ફુગ્ગા પણ આકાશમાં છોડવામાં આવ્યા હતા.
મોટા સમાચાર :પિતા ચંકી પાંડે સાથે NCB ઓફિસ પહોંચી અનન્યા પાંડે, આ અંગે થશે પૂછપરછ
You Might Be Interested In