ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ લિંક રોડ પર ડીએન નગર અને દહિસર વચ્ચેના મેટ્રો 2A કોરિડોરના સમગ્ર 18.5 કિ.મી વિસ્તાર પર પુલ બનાવવાનું કામ પૂર્ણ કર્યું છે. ઓશિવારા નજીક આદર્શ નગર પટ્ટો આ કોરિડોર પર એકમાત્ર ખૂટતી કડી હતી. જ્યાં અતિક્રમણના કારણે કામ લગભગ ચાર વર્ષથી અટકી ગયું હતું.
5મી ઓક્ટોબરના રોજ, આદર્શ નગર જંકશન પર 1-ગર્ડર લોન્ચ કરવામાં આવ્યું હતું, જે સુનિશ્ચિત કરે છે કે આ લિંક જોડાઈ ગઇ છે .42 ટન, 24 મીટર લાંબો ગર્ડર 30 મિનિટમાં ઉભો કરવામાં આવ્યો. એમએમઆરડીએ હવે આ રૂટ પર ટ્રેક મૂકી શકશે.
ભાવના ગવળી આ કારણે ED કાર્યાલયમાં જતાં ડરે છે; માગ્યો 15 દિવસનો સમય
મેટ્રોપોલિટન કમિશનર એસવીઆર શ્રીનિવાસે કહ્યું હતું કે "અમે ચાર મહિનામાં 40થી વધુ પરિવારોની પુનર્વસન પ્રક્રિયા પૂર્ણ કરી અને આ ગર્ડરના કામમાં 10 દિવસ લાગ્યા." મેટ્રો 2A તબક્કા 1 અને 2માં વહેંચાયેલું છે. એમએમઆરડીએ આગામી જાન્યુઆરી સુધીમાં મેટ્રો 7ના દહાણુકરવાડી-દહિસરથી આરે મેટ્રો સ્ટેશન વચ્ચેનો પ્રથમ તબક્કો શરૂ કરવાની યોજના ધરાવે છે.