ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
ઇન્ડિય રેલવે કૅટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન લિમિટેડ (IRCTC) મંગળવારે એક લાખ કરોડ માર્કેટ કૅપિટલાઇઝેશન (એમ-કૅપ)ની ક્લબમાં પહોંચી ગઈ છે. ઑક્ટોબર 2019માં IRCTCના સ્ટૉકે રેકૉર્ડ કરીને 6,375.45 કરોડ પર પહોંચી ગઈ હતી. આ પહેલી વખત હતું જ્યારે IRCTCએ રૂ.6,000ના માર્કને પાર કર્યું હોય. સવારના 11.42 વાગે IRCTCના સ્ટૉકનું ટ્રેડિંગ રૂ. 6,248 હતું, જે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના તેના અગાઉના ક્લોઝિંગથી 6.31 ટકા વધારે હતા. નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પર IRCTCના શૅર 6.53 ટકા ઉપર એટલે કે 6261.35 ટકા ઉપર ગયા હતા. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ પ્રમાણે IRCTCનું માર્કેટ કૅપ રૂ.1,00,285.60 કરોડ પર સ્ટૅન્ડ હતું.
નેતાઓ હંમેશાં નેતા જ રહેવાના : ભાજપના મુંબઈના આ ધારાસભ્યે આર્યન ખાનની બેલ માટે ભગવાનને પ્રાર્થના કરી
સરકાર સંચાલિત IRCTCનો ફક્ત નવ મહિનામા જ માર્કેટમાં હિસ્સો વધીને 30,000 કરોડ કૅપ પર પહોંચી ગયો છે. IRCTCના શૅરના ભાવમાં સતત ઉછાળો જ આવી રહ્યો છે.
IRCTC 14 ઑક્ટોબર, 2019માં લિસ્ટેડ થઈ હતી. એની ઇશ્યૂ પ્રાઇઝ 320 રૂપિયા હતી, ત્યારથી IRCTCના સ્ટૉકમાં 1737 ટકાનો ઉછાળો આવ્યો છે. આ વર્ષે શૅરમાં 300 ટકાનો ઉછાળો આવ્યો છે