ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
કર્ણાટકમાં વિધાનસભાની પેટા ચૂંટણી આાગામી દિવસોમાં યોજાવાની છે.
ચૂંટણી પહેલા કોંગ્રેસે કરેલા એક ટ્વિટને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો માહોલ વધારે ગરમ થઈ ગયો છે.
કર્ણાટક કોંગ્રેસે કન્નડ ભાષામાં ટ્વીટમાં લખ્યું, કોંગ્રેસે શાળાઓ બનાવી પણ મોદી ક્યારેય ભણવા ગયા નહીં, કોંગ્રેસે પણ ઉમ્રદરાજ શીખવા માટે યોજનાઓ બનાવી પણ અહીં મોદી ન શીખી શક્યા.
જેઓએ ભીખ માંગવા પર પ્રતિબંધ હોવા છતાં તેને પસંદ કર્યું, તેઓએ આજે લોકોને ભીખ માંગવા માટે મજબૂર કર્યા છે. અંગુઠા છાપ મોદીના કારણે દેશ પીડિત છે.
આ ટ્વીટ સામે ભાજપે સખત વાંધો ઉઠાવ્યો છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા માલવિકા અવિનાશે આ અંગે કહ્યું કે આ ટ્વીટ પરથી અંદાજો લગાવી શકાય છે કે કોંગ્રેસ કેટલી હદે નીચે આવી ગઈ છે.
જોકે વિવાદ વકરતા કોંગ્રેસના રાજ્યના અધ્યક્ષ ડી.કે.શિવકુમારે આ ટ્વિટ હટાવવા માટે કોંગ્રેસની મીડિયા ટીમને આદેશ આપ્યો છે. તેમનુ કહેવુ છે કે, આ પ્રકારની ભાષા સહન નહી કરવામાં આવે. તેમણે આ માટે માફી પણ માંગી હતી અને કહ્યુ હતુ કે, કોઈ શિખાઉ વ્યક્તિથી આ ભુલ થઈ છે.