ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
વસઈમાં 2,000 ઘરોનો PPP આધારિત સુરક્ષા સ્માર્ટ સિટી હાઉસિંગ પ્રોજેક્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. એક ખાનગી બિલ્ડર મ્હાડાની મદદથી પ્રોજેક્ટનું કામ શરૂ છે. જોકે આ પ્રોજેક્ટમાં ઘર માટે ભરવાની અરજી પર ચોંકાવનારી કૉલમ આપવામાં આવી છે. અહીં અરજદાર માંસાહારી છે કે શાકાહારી છે? એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.
લો બોલો ! ખેડૂતોને પણ કરવી છે ગાંજાની ખેતી, આ નેતાએ કરી શરદ પવાર પાસે આવી માંગણી…
આ તમામ મકાનો માટે 20 લાખ રૂપિયાની લૉટરી રાખવામાં આવી છે. જેની વિવિધ અખબારોમાં જાહેરાતો આપવામાં આવી છે. જોકે જે લોકો આ મકાનો ખરીદવા માગે છે તેઓએ અરજી કરવી પડશે. આ ઍપ્લિકેશનમાં તમે માંસ ખાઓ છો કે નહીં? એવું પૂછવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પ્રશ્નનો જવાબ આપવો ફરજિયાત છે. આ ફરજિયાત પ્રશ્ને ઘરના ખરીદદારોને મૂંઝવણમાં મૂકી દીધા છે. કેટલાક લોકો પૂછે છે કે માંસાહારી હોવાનો પ્રશ્ન કેમ ઉઠાવવામાં આવ્યો છે?