ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
ભારતીય શેર બજાર ગયા સપ્તાહથી સતત ગુલઝાર દેખાઈ રહ્યું છે.
BSE સેન્સેક્સ મંગવારે પહેલી વખત 62 હજારના આંકડાને પાર કરી ગયું છે.
સેન્સેક્સ 391ના આંકના ઉછાળા સાથે 62,156.48 પર ખુલ્યું. થોડા જ સમયમાં સેન્સેક્સ 394 આંકડાના ઉછાળા સાથે 62,159.29 પર પહોંચી ગયું.
આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફટી 125ના આંકના ઉછાળા સાથે 18,602.35 પર ખુલ્યું અને થોડા જ સમયમાં 18,604.45 સુધી પહોંચી ગયું.
માર્કેટમાં તેજીને કારણે હાલ રોકાણકારોમાં ખુશાલી જોવા મળી રહી છે. આ પ્રકારની તેજી આગળ પણ યથાવત રહેશે તો લોકોનો દિવાળીનો તહેવાર સુધરી જશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે તહેવારો ફિક્કા પડી ગયા હતા. હવે કોરોનાની અસર ઓછી થતાં ધીરે-ધીરે ધંધા-રોજગારની ગાડી ફરી પટરી પર આવી રહી છે.
મુંબઈગરા ઑક્ટોબર હીટથી હેરાન, મુંબઈમાં ગરમી વધવાનાં આ છે કારણો; જાણો વિગત