ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑક્ટોબર, 2021
રવિવાર
દેશભરમાં કોલસાની અછત સર્જાતા તેમાંથી નિર્માણ થનારા વીજની કટોકટી નિર્માણ થઈ છે. તેથી તેને માત આપવા રાજયમાં વિવિધ ઠેકાણે લગભગ 577 મેગાવોટ ક્ષમતાના સૌર ઉર્જા પ્રોજેક્ટ ઊભા કરવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સરકાર હાથ ધરવાની છે. આ યોજના માટે 522 કરોડ 47 લાખ રૂપિયાનો ખર્ચ કરીને તેને પૂરો કરવામાં આવવાનો છે.
રાજયમાં 7,500 મેગાવોટ ક્ષમતાનો સૌર ઉર્જા વીજ નિર્માણનો પ્રોજેક્ટ ઊભો કરવાની યોજના છે. તેમાંથી 2,500 મેગાવોટ ક્ષમતાનો સૌર ઉર્જા પ્રોજેક્ટ રાજ્યની મહાવિતરણ કંપની સાર્વજનિક ખાનગી ભાગીદારી પદ્ધતિએ ઊભો કરવાની છે. તો બાકીનો 5,000 મેગાવોટ ક્ષમતાનો સૌર વીજ પ્રોજેક્ટ ખાનગી કંપની પાસે કરાવવાનો ઈરાદો છે.
રાજયમાં હાલ મહાવિતરણ મારફત અત્યાર સુધી ચંદ્રપુરમાં 4 મેગાવોટ, ધુળે જિલ્લાના સાક્રીમાં 125 મેગાવોટ તો શિર્સુફળ બારામતીમાં 50મેગાવોટ ક્ષમતાનો સૌર ઉર્જા પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે. તો ધારશીવ જિલ્લામાં પણ 50 મેગાવોટ ક્ષમતાનો પ્રોજેક્ટ છે. લાતુરમાં 60 મેગાવોટ ક્ષમતાનો છે. એ સિવાય અન્ય જિલ્લામાં પણ સૌરઉર્જાનો પ્રોજેક્ટ ઊભા કરવામાં આવવાનો છે.