ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021
શનિવાર
વિશ્વમાં કોરોના વાયરસનો એટલો પ્રકોપ વધી ગયો હતો કે લોકો તેમનાં ઘરોમાં બંધ હતા. ઘણા દેશોમાં લૉકડાઉન લાદવામાં આવ્યું હતું. છેલ્લાં બે વર્ષથી આ વાયરસે દરેકનું જીવન બરબાદ કરી દીધું છે. હવે ધીમે ધીમે લોકોને રસી આપવામાં આવી રહી છે, એના કારણે વાયરસનો પ્રકોપ ઓછો થતો જણાય છે. આવી સ્થિતિમાં ઘણા દેશો હવે વાયરસનો પ્રકોપ વધારવાનું કોઈ જોખમ લેવા માગતા નથી.
વિયેતનામની સરકાર કોવિડ ચેપને ફેલાતો અટકાવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. આ પ્રકરણમાં વિયેતનામની રહેવાસી ફમ મિન્હ હંગ અને તેની 35 વર્ષીય પત્ની ન્ગુયેન થી ચી એમ કોરોના પૉઝિટિવ આવ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ થયાં હતાં, ત્યારે સરકારે જે નિર્ણય લીધો, એ આશ્ચર્યજનક છે.
ભાજપના આ નેતાએ પોતાની જ પાર્ટી પર તાક્યું નિશાન અને રાજ્યપાલને લખ્યો પત્ર;જાણો શું છે પત્રમાં
આ દંપતી હૉસ્પિટલમાં કોરોના સાથે યુદ્ધ લડી રહ્યું હતું. બંને તેમના 12 શ્વાનો સાથે રહેતાં હતાં. પરંતુ જ્યારે બંનેને ખબર પડી કે તેઓ કોરોના પૉઝિટિવ છે, ત્યારે બંનેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ પછી વહીવટી તંત્રે તે બંનેના 12 શ્વાનને મારી નાખ્યા. આ એટલા માટે કરવામાં આવ્યું જેથી આ વાયરસનો ચેપ શ્વાનો મારફત બીજા કોઈને ન લાગે. જ્યારે આ અત્યંત ક્રૂર ઘટના વિશે પતિ-પત્નીને ખબર પડી ત્યારે તેઓ ખરાબ હાલતમાં હતાં. દંપતીએ આ શ્વાનોને પોતાનાં બાળકોની જેમ ઉછેર્યાં હતાં. હૉસ્પિટલમાં આ બંનેની હાલત રડવાને કારણે વધુ ખરાબ થઈ ગઈ છે.
એક મીડિયા સાથેની વાતચીતમાં દંપતી એ જણાવ્યું હતું કે તેઓને ન્યાય જોઈએ છે. અત્યાર સુધી તે ક્યાંય સ્પષ્ટ નથી કે કોરોના શ્વાનોને કારણે થાય છે કે તેમનાથી ફેલાય છે. આવી સ્થિતિમાં જાણકારી વગર તેના 12 શ્વાનને કયા આધારે મારવામાં આવ્યા? આ કેસે સોશિયલ મીડિયા પર ચર્ચા વધારી છે. લોકોએ ન્યાય માટે અરજીઓ પર સહી કરવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી 1.5 લાખ લોકોએ તેના માટે હસ્તાક્ષર કર્યા છે.
દંપતી કામની શોધમાં કાર દ્વારા તેમના સંબંધીના ઘરે જઈ રહ્યું હતું. આવી સ્થિતિમાં જ્યારે તે ખાનહ હંગ પહોંચ્યાં, ત્યારે તેમણે ત્યાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ કરાવવો પડ્યો, જેમાં દંપતી પૉઝિટિવ આવ્યા. આ પછી તેને હૉસ્પિટલ મોકલવામાં આવ્યો અને તેના શ્વાનોને ક્વોર્ન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવ્યા. અહીં વહીવટી તંત્રે તેમના 12 શ્વાનોને જીવતા સળગાવી દીધા હતા, જેથી કોરોના અન્ય કોઈને ન ફેલાય. આ મામલે ચર્ચા થવા લાગી ત્યાર બાદ સરકારે તેના વિશે સ્પષ્ટતા કરી અને કહ્યું કે તેઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માગતા નથી. જોકે લોકો આ ઘટનાને અત્યંત ક્રૂર ગણાવી રહ્યા છે.