ટ્વિટરે તેના યુઝર્સને આપી નવા ફીચરની ભેટ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑક્ટોબર, 2021 

 

માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરે તાજેતરમાં Sના વેબ વર્ઝન માટે એક ફીચર રોલઆઉટ કર્યું છે, એમાં તમે યુઝરને બ્લૉક કર્યા વગર પણ તેને બ્લૉક કરી શકો છો. આનો અર્થ એ છે કે તમે જે યુઝરને બ્લૉક કરવા માગો છો, તેને ફક્ત સૉફ્ટ બ્લૉક કરવાનું છે અને  આ સાથે તે યુઝર તમે શું ટ્વિટ કર્યું છે એ જોઈ શકશે નહીં, પરંતુ તે પોતાની ફીડમાં તમારા ટ્વીટ્સ જોઈ શકશે. જે યુઝર્સ તેને મૅસેજ કરશે, તે તેમને મૅસેજ પણ કરી શકશે.

સૉફ્ટ બ્લૉક કેવી રીતે કરવું?

જો તમે તમારા કોઈ પણ ફોલોઅરને સૉફ્ટ બ્લૉક કરવા માગો છો તો તમારે તમારા પ્રોફાઇલ પર જવું પડશે. પ્રોફાઇલમાં ફોલોઅર પર ક્લિક કરો. આ પછી ફોલોઅરની સામે ત્રણ બિંદુઓ પર ક્લિક કરો. પછી તમારે ‛રિમૂવ ધ ફોલોઅર’ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

આ ફીચર એવા યુઝર્સ માટે ખૂબ જ સારું કહેવાય છે જે ફોલોઅરને સંપૂર્ણપણે બ્લૉક કરવા નથી માગતા, પરંતુ તેમની સાથે અંતર રાખવા માગે છે, પરંતુ યુઝર્સે ધ્યાનમાં રાખવું જોઈએ કે એક વાર રિમૂવ કર્યા પછી, તે જ યુઝર ફરીથી તમને ફોલો કરી શકે છે. જે લોકોને રિમૂવ કરવામાં આવશે અથવા સૉફ્ટ બ્લૉક કરવામાં આવશે, ટ્વિટર આ વિશે એ યુઝરને કોઈ માહિતી આપશે નહીં.

સામાન્ય સમસ્યા : શું તમારા મોબાઇલમાં ઓવરહીટિંગ થાય છે? અજમાવો આ તરકીબ; ફાયદો થશે

જો તમે કોઈ યુઝરને સંપૂર્ણપણે બ્લૉક કરો છો, તો તે તમે શું પોસ્ટ કર્યું છે એ જોઈ શકતા નથી અને ન તો તે તમને સીધો સંદેશ મોકલી શકે છે, પરંતુ સૉફ્ટ બ્લૉકમાં આવું નથી. 

ઉલ્લેખનીય છે કે ફોટો શૅરિંગ ઍપ ઇન્સ્ટાગ્રામ પર પણ એક સમાન ‛રિસ્ટ્રિક્ટ ઍકાઉન્ટ’ ફીચર છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment