જબરું કહેવાય, કોઈનું અપમાન ભૂલથી પણ થઈ જાય તો સામે ગાળો મળે છે, પણ આ મહિલાને જાણીબૂઝીને અપમાન કરવાથી મળે છે સામે પૈસા; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑક્ટોબર, 2021 

બુધવાર

ઘણી વાર લોકો પૈસા કમાવવાના સરળ રસ્તાઓ શોધે છે. ઘણા લોકો ઝડપથી પૈસા કમાવવા માટે ખોટા માર્ગ પર પણ જતા રહે છે, પરંતુ એક ખૂબ જ વિચિત્ર રીત વિશે ઘણી ચર્ચા થઈ રહી છે જેના વિશે એક મહિલાએ ઉલ્લેખ કર્યો છે. મહિલા એક ટિકટૉકર છે, જેણે તાજેતરમાં તેના વીડિયો દ્વારા પૈસા કમાવાની આવી રીત વિશે જણાવ્યું છે, જેના દ્વારા તે એક સમયે હજારો રૂપિયા કમાય છે.

નિક્કી ફોક્સ નામની મહિલા ટિકટૉકર અને સોશિયલ મીડિયા પ્રભાવક છે. ઇન્સ્ટાગ્રામ પર પણ તેના ઘણા ચાહકો છે. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ તાજેતરમાં નિક્કીએ ટિકટૉક પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તેણે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. નિક્કીએ કહ્યું કે લોકો પોતાને અપમાનિત કરવા માટે તેને પૈસા આપે છે. ઘણી વખત લોકો પ્રખ્યાત થવા માટે અથવા તેમની પ્રસિદ્ધિ મેળવવા માટે પૈસા આપે છે, જોકે નિક્કીને પોતાને પણ ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે કે લોકો આવું કેમ કરે છે.

તેના વીડિયોમાં નિક્કીએ એક ચેટ બતાવી જેમાં તે વ્યક્તિએ વિચિત્ર મદદ માંગી. વીડિયોમાં તેણે કહ્યું, “એક વ્યક્તિએ મને ઇન્સ્ટાગ્રામ પર મૅસેજ કર્યો અને કહ્યું કે તે મારા ઘરનું બિલ ચૂકવશે, બદલામાં મારે તેને અપમાનિત કરવી પડશે. હું ખરાબ વ્યક્તિ નથી એથી મારા માટે આ કરવું મુશ્કેલ હતું, પણ મેં વિચાર્યું કે પૈસા મારા હાથમાંથી જવા નથી દેવા. મેં તેને કહ્યું કે હું એ કરવા માટે તૈયાર છું, પણ હું કોઈ વીડિયો નહીં બનાવું, માત્ર ઑડિયો મૅસેજ મોકલીશ.”

પ્રિયંકા ગાંધી સક્રિય થયા. પણ ફાયદો કોને? ભાજપ કે પછી કોંગ્રેસ. જાણો વિશ્લેષણ અહીં.

નિક્કીએ કહ્યું કે, “તેણે તે વ્યક્તિને એક  વૉઇસ નોટ મોકલી હતી, જેમાં તેણે તેનું અપમાન કર્યું હતું અને તેની સાથે બનાવટી ગુસ્સો કર્યો હતો અને કહ્યું હતું કે જલદીથી મારું બિલ ચૂકવો.”

નિક્કીએ કહ્યું “મને લાગે છે કે હું પહેલી તકમાં ખૂબ જ સફળ રહી હતી, આ કારણે તે બીજું બિલ ચૂકવવા માટે સંમત થયો. આ પછી તેણે તરત જ મને 7 હજાર રૂપિયા મોકલ્યા. નિક્કીએ તેના અનુયાયીઓને એમ પણ કહ્યું કે તેઓએ હંમેશાં તેમના સંદેશા જોતા રહેવું જોઈએ, કારણ કે શક્ય છે કે તેમને પણ આવા સંદેશા મળતા જ હોય છે.” 

નિક્કીને વીડિયો માટે ઘણા બધા વ્યૂઝ મળ્યા છે અને લોકો આશ્ચર્ય પામી રહ્યા છે અને તેને આ કામ કરવા માટે વધુ સારું કરવાની માગ કરી રહ્યા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More