10મું પાસ ઉમેદવારો માટે આવી રેલવેમાં બમ્પર ભરતી, આજે જ અરજી કરો; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ઑક્ટોબર, 2021 

સોમવાર

રેલવે ભરતી સેલ, પશ્ચિમ-મધ્ય રેલવેએ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજીઓ મગાવી છે. 10મું પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. 

યોગ્યતા:-

1.  માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી દસમા ધોરણમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે પરીક્ષા પાસ કરી હોય અને ITI પ્રમાણપત્ર (NCVT દ્વારા માન્ય) પ્રાપ્ત કરેલું હોવું જોઈએ.

2. વય શ્રેણી : ન્યૂનતમ 15 અને મહત્તમ 24 વર્ષ હોવાં જોઈએ.

ઉપલી વયમર્યાદામાં OBC કૅટૅગરી માટે ત્રણ વર્ષની SC/ST કૅટૅગરીના ઉમેદવારો માટે પાંચ વર્ષની અને શારીરિક વિકલાંગો માટે દસ વર્ષની  છૂટ આપવામાં આવશે.

3. સ્ટાઇપેન્ડ : નિયમો મુજબ આપવામાં આવશે.

4.  અરજી ફી : સામાન્ય કૅટૅગરીના ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC/ST અને મહિલા ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

શિવસેનાના કાર્યકરોએ બંધને બનાવ્યુ હિંસક! થાણેમાં રિક્ષા ડ્રાઈવર સાથે કરી મારપીટ; જુઓ વિડીયો અને જાણો વિગતે

5. એમ્પ્લોયર તાલીમ પૂર્ણ થયા પછી કોઈ પણ તાલીમાર્થીને નોકરી આપવા માટે બંધાયેલા નથી અને ન તો તાલીમાર્થી એમ્પ્લોયર દ્વારા આપવામાં આવતી કોઈ પણ રોજગાર સ્વીકારવા માટે બંધાયેલા રહેશે.

6. આ મહત્ત્વપૂર્ણ છે તારીખ :

નોટિફિકેશન જારી થયેલી તારીખ : 01 ઑક્ટોબર, 2021

ઑનલાઇન અરજીની શરૂઆતની તારીખ : 04 ઑક્ટોબર, 2021

ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 03 નવેમ્બર, 2021

મેરિટ યાદી બહાર પાડવાની તારીખ : 18 નવેમ્બર, 2021

વધુ વિગતો અને અરજી wcr.indianrailways.gov.inની મુલાકાત લઈને મેળવી શકો છો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More