ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઓક્ટોબર, 2021
સોમવાર.
આજે નવરાત્રિનું છઠ્ઠું નોરતું છે. નવરાત્રિમાં છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. તેમની ઉપાસના અને આરાધના કરવાથી ભક્તોને ઘણી સરળતાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારેય ફળ પ્રાપ્ત થાય છે. તેમની ભક્તિથી રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થઈ જાય છે. જન્મોજનમના પાપ પણ નષ્ટ થઈ જાય છે. કાત્ય ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયને ભગવતી પરામ્બાની ઉપાસના કરી, કઠિન તપસ્યા કરી, તેમની ઈચ્છા હતી કે તેમને પુત્રી પ્રાપ્ત થાય. માતા ભગવતીએ તેમના ઘરે પુત્રી રૂપમાં જન્મ લીધો. એટલા માટે આ દેવી કાત્યાયની કહેવાય છે.
આજે તારીખ ૧૧.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ
ભગવાન શ્રી કૃષ્ણને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓને કાત્યાયની માતાની જ પૂજા કરી હતી. આ પૂજા કાલિંદ્રી યમુનાના કિનારે કરવામાં આવી હતી. એટલા માટે કાત્યાયની માતા વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત થયેલાં છે. તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેઓ સ્વર્ણની સમાન ચમકીલા છે. તેમની ચાર ભુજાઓ છે. જમણી તરફની ઉપરની ભુજા અભયમુદ્રામાં છે અને નીચલી ભુજા વરમુદ્રામાં છે. માતાની ઉપરની ડાબી ભુજામાં તલવાર છે અને નીચલી ભુજામાં કમળનું ફૂલ સુશોભિત છે. માતા કાત્યાયનીને દુઃખો દૂર કરનારી માનવામાં આવે છે. ભક્તોના રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થાય છે. જન્મોજનમના પાપ સમાપ્ત થઈ જાય છે. માતા કાત્યાયનીની પૂજાથી પરમપદ પ્રાપ્ત થાય છે. માતા કાત્યાયનીને મધ ખૂબ જ પ્રિય હોય છે. એટલા માટે આ દિવસે લાલ રંગના કપડાં પહેરો અને માતાને મધ ચઢાવો.
કાત્યાયની માતાનો મંત્ર
चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी॥