ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઓક્ટોબર, 2021
સોમવાર.
મુંબઈ પોલીસે ગેરકાયદે ફોન ટેપ કેસની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના ડાયરેક્ટર સુબોધ જયસ્વાલને બોલાવ્યા છે. જેની માહિતી અધિકારીઓએ શનિવારે આપી હતી. પોલીસ ટ્રાન્સફર-પોસ્ટિંગ પર મહારાષ્ટ્ર ગુપ્તચર વિભાગના ડેટા લીક કરવાના સંબંધમાં મુંબઈ પોલીસના સાયબર સેલે એક ઇમેઇલ દ્વારા, જયસ્વાલને આ કેસમાં પોતાનું નિવેદન નોંધવા માટે 14 ઓક્ટોબરે બોલાવ્યા છે, આ વર્ષે માર્ચમાં ફોન ટેપ લીક થયા બાદ મોટો રાજકીય વિવાદ થયો હતો.
જયસ્વાલ મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક હતા ત્યારે કથિત ફોન ટેપિંગ થયું હતું, તે સમયે રાજ્યના ગુપ્તચર વિભાગનું નેતૃત્વ ભાજપના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાર્યકાળ દરમિયાન IPS અધિકારી રશ્મિ શુક્લાએ કર્યું હતું. જો કે, હવે શુક્લા અને જયસ્વાલ બંને IPS અધિકારીઓની રાજ્ય બહાર બદલી કરવામાં આવી છે અને શુક્લાએ મુંબઈ પોલીસમાં પોતાનું નિવેદન નોંધ્યું છે.
જબરો નિયમ : ઈરાનમાં પિત્ઝા ખાતી મહિલાઓની જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો; જાણો વિગત
અત્યારની શાસક મહાવિકાસ આઘાડી સરકારે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને બાદમાં ભાજપના નેતૃત્વ હેઠળના શાસન દરમિયાન આદેશિત તમામ ફોન ટેપિંગ કેસોની તપાસ માટે ત્રણ સભ્યોની તપાસ પેનલ નિયુક્ત કરી હતી.