ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર.
દેશના મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યને શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
મળતી માહિતી મુજબ ક્રિષ્નામૂર્તિ સુબ્રમણીયમ ભારત સરકાર મુખ્ય આર્થિક સલહાકારના રૂપમાં પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ શિક્ષણ જગતમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે.
તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટર પર એક પોસ્ટ શેર કરી કહ્યું કે મને રાષ્ટ્રની સેવા કરવી એ મારું પરમ સૌભાગ્ય છે. અને મને અદ્દભૂત સમર્થન અને પ્રોત્સાહન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે કે.વી. સુબ્રમણ્યમે 7 ડિસેમ્બર 2018 ના રોજ દેશના મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તે સમયે અરવિંદ સુબ્રમણ્યમે આ પદ છોડી દીધું હતું. તેમના રાજીનામા બાદ નવા સીઈએના નામની જાહેરાત હજુ સુધી સરકાર દ્વારા કરવામાં આવી નથી.
વધુ એક અર્થશાસ્ત્રીએ મોઢું ફેરવ્યું : મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકારે આપ્યું રાજીનામું, જાણો કારણ