ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
કેન્દ્રીય સરકારની પૉલિસીની સામે અવાજ ઉઠાવવો અને ઉત્તર પ્રદેશના લખીમપુરમાં થયેલી હિંસાની ટીકા કરવું ભાજપના યુવા નેતા અને સાંસદ વરુણ ગાંધી અને તેમની માતા મેનકા ગાંધીને મોંઘું પડ્યું છે. ભાજપે પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકની જાહેરાત કરી હતી. એમાંથી મા-દીકરાની બાદબાકી કરી નાખવામાં આવી છે.
લખીમપુર ખેરીમાં આંદોલન કરનારા ખેડૂતો પર કેન્દ્રીય નેતાના દીકરાએ ગાડી ચઢાવી દીધી હોવાનો વીડિયો બહાર આવ્યો હતો. એના પર વરુણ ગાંધીએ ટ્વીટ કર્યું હતું. ‘વિડિયોએ એકદમ સ્પષ્ટ હોઈ વિરોધ કરનારાની હત્યા કરીને તેમને શાંત કરી શકાશે નહીં. ખેડૂતોના મનમાં સરકાર અહંકારી અને ક્રૂર હોવાનો સંદેશ જવા પહેલાં નિષ્પાપ ખેડૂતોની હત્યા કરનારાએ તેનું ઉત્તરદાયિત્વ સ્વીકારવું જોઈએ.’ એ મુજબની વરુણ ગાંધીએ ટ્વીટ કરી હતી.
સાવધાન વેપારીઓ, રિલાયન્સ રિટેલ મોટી એન્ટ્રી કરવા જઈ રહ્યું છે; જાણો વિગતે
ગાંધી પરિવારના વરુણ ભાજપના પીલીભીતના લોકસભાના સાંસદ છે. એક સમયે તેઓ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા કહેવાતા હતા. ગઈ વિધાનસભામાં તો તેમને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનનો યુવા ચહેરો તરીકે આગળ કરવાની માગણી થઈ રહી હતી. જોકે તેઓએ અનેક વખત ભાજપની પૉલિસીનાં નીતિ-નિયમોની ચોખ્ખા શબ્દોમાં ટીકા કરી હતી. એથી પક્ષમાં અચાનક તેમને સાઇડટ્રેક કરવામાં આવ્યા હતા. તેમના બળવાખોર સ્વભાવને કારણે જ તેમની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી હકાલપટ્ટી થઈ હોવાનું કહેવાય છે.