ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઓક્ટોબર, 2021
બુધવાર
શ્વેતા તિવારી વર્ષોથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તેણે એકલા હાથે સફળતા પ્રાપ્ત કરી છે, જેના કારણે ઘણા તેને પોતાની આઇડલ માને છે. શ્વેતા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ છે, કારણકે તેમના નામ સાથે વિવાદ જોડાયેલો છે. ચાલો, તમને શ્વેતા તિવારીના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ …
જાણીતી અભિનેત્રી બનતા પહેલા શ્વેતા તિવારી એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરતી હતી, જ્યાં તેને 500 રૂપિયા મળતા હતા. શ્વેતા માટે તે દિવસોમાં 500 રૂપિયા પણ મોટી રકમ હતી. અભિનેત્રી શ્વેતા તિવારીને ટીવી શો ‘કસોટી જિંદગી કી’ થી લોકોમાં ઓળખ મળી. આ શોએ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી અને પછી શ્વેતાએ પાછું વળીને જોયું નહીં. અભિનેત્રી શ્વેતા તિવારી બિગ બોસ જીતનાર પ્રથમ મહિલા સ્પર્ધક છે. તેણે બિગ બોસ 4 નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો.
શ્વેતા તિવારીએ કલાકાર રાજા ચૌધરી સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. લોકોએ રાજા અને તેની જોડીને ખૂબ પસંદ કરી હતી, પરંતુ જ્યારે તેમની વચ્ચે ઝઘડાના સમાચાર સામે આવ્યા ત્યારે લોકો હચમચી ગયા હતા. ટૂંક સમયમાં જ બંને એકબીજાથી અલગ થઈ ગયા. રાજા ચૌધરીને છૂટાછેડા આપ્યા બાદ શ્વેતા તિવારી સાવ એકલી પડી ગઈ હતી. આ એકલતામાં, શ્વેતા તિવારીને અભિનવ કોહલીનો ટેકો મળ્યો, જેની સાથે તેણે થોડા દિવસો પછી લગ્ન કર્યા. લગ્નના થોડા સમય બાદ શ્વેતા તિવારી અને અભિનવ કોહલી વચ્ચે અણબનાવ શરૂ થયો. શ્વેતાના આ લગ્ન પણ લાંબા સમય સુધી ટક્યા નહીં અને બંને અલગ થઈ ગયા. શ્વેતા તિવારીએ પોતાના બાળકો માટે કોર્ટ લડાઈ પણ લડી હતી. કોર્ટે તાજેતરમાં જ તેમના પુત્ર રેયાંશ અંગે નિર્ણય આપ્યો છે. શ્વેતા તિવારી એકલી પોતાના બે બાળકોની સંભાળ રાખે છે. તે પોતાના બાળકોની દરેક ખુશીનું ધ્યાન રાખે છે.
આજે શાહરુખ ખાન જે પણ કાંઈ છે તે સલમાન ખાનના પિતા સલીમ ખાનને કારણે છે; શાહરૂખ ખાને કર્યો હતો આ ખુલાસો
અભિનેત્રી શ્વેતા તિવારીએ પોતાના જીવનમાં જે ઉતાર ચઢાવ જોયા છે, જેનો સામનો બહુ ઓછી મહિલાઓ કરે છે. શ્વેતા તિવારીના જીવનને જોતા એમ કહી શકાય કે તે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે.