166
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
યુપીના લખીમપુર ખીરીમાં ભડકેલી હિંસાના પીડિતોને મળવા પહોંચેલા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી હજુ સીતાપુરમાં નજરકેદ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પ્રિયંકા ગાંધીએ નજરકેદ દરમિયાન ઉપવાસ પણ શરૂ કર્યા છે અને ખેડૂત પરિવારોને મળે નહીં ત્યાં સુધી ખોરાક ન લેવાની જાહેરાત કરી છે.
સાથે જ તેમણે કહ્યું છે કે પોલીસ તેને છોડશે ત્યારે તેઓ ચોક્કસપણે ખેડૂતોને મળવા માટે લખીમપુર જશે.
સોમવારે યોગી સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે સમજૂતી થઈ હતી, જે બાદ લખીમપુરમાં ચાલી રહેલ તણાવ થોડો ઓછો થતો જણાય છે.
ઉલ્લેખનીય છે કે પોલીસથી બચવા માટે રસ્તામાં બેથી ત્રણ વખત વાહનો બદલ્યા પરંતુ સવારે 5 વાગ્યે સીતાપુરના હરગાંવ ખાતે તેમની અટકાયત કરવામાં આવી. તેમને સીતાપુર પીએસી કેમ્પસમાં નજરકેદ કરવામાં આવ્યા છે.
You Might Be Interested In