ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
મુંબઈમાં જુદા જુદા વિકાસને લગતા કામ દરમિયાન અસરગ્રસ્ત થનારા લોકોને અત્યાર સુધી મુંબઈ મહાનગરપાલિકા પર્યાયી જગ્યા આપીને તેમનું પુનર્વસન કરતી હતી. પરંતુ અનેક વખત અસરગ્રસ્તો અન્ય જગ્યાએ જવા વિરોધ કરતા હતા. તેથી હવે પર્યાયી જગ્યા પર નહીં જવા ઈચ્છતા પરિવારને ઘરને બદલે આર્થિક મદદ આપવાનો મહત્વનો નિર્ણય પાલિકાએ લીધો છે.
મુંબઈમાં અત્યાવશ્યક વિકાસ લગતા પ્રોજેક્ટમાં જેવા કે રસ્તા પહોળા કરવાને આડે આવી રહેલા મકાનો, પાણીની કે સ્યુએજના લગતા બાંધકામમાં અસરગ્રસ્ત થનારા લોકો, જોખમી બિલ્ડિંગમાં રહેતા નાગરિકો કે પછી સરકારી જમીન પર ગેરકાયદે રહેતા લોકો,પાત્રતા ધરાવતા લોકોના પુનર્વિકાસ માટે પોલિસી બનાવવામાં આવી છે. જેમાં પર્યાયી જગ્યા અથવા આર્થિક મદદ આપવામાં આવશે. જોકે આ રકમ 30 લાખ રૂપિયાથી વધુ નહીં હોય. પોતાની જગ્યાના બદલે અન્ય જગ્યાએ ઘર નહીં જોઈતું હોય તો તેવા લોકો રોકડ રકમ લઈને ઘરનો હક છોડી શકશે.
મુંબઈમાં પાયાભૂત વિકાસ પ્રકલ્પમાં અસરગ્રસ્તોની સંખ્યા 36,221 જેટલી છે. ભવિષ્યમાં અસરગ્રસ્તો માટે 40,000 ઘર જોઈશે. જગ્યાના અભાવે અસરગ્રસ્ત પરિવારનું પુનવર્સન કરવું પાલિકા માટે મુશ્કેલ છે. તેથી જેમને ઘરના જોઈતા હોય તેવા લોકોને રોકડ રકમ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.