ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB)એ પોતાની પાસે રહેલા 500 કિલોગ્રામ સોનાને મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયામાં ડિપોઝિટ કરવાનો નિર્ણય લીધો છે. ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ પ્રખ્યાત અયપ્પા મંદિરનું સંચાલન કરે છે.
હાલમાં ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડે ભારે જહેમત બાદ તેમના આધિપત્ય હેઠળ આવતાં મંદિરોના સ્ટ્રૉન્ગરૂમમાં રહેલા સોનાના સ્ટૉકની યાદી બનાવી છે. જો બોર્ડ આટલા કિલો સોનું બૅન્કમાં ડિપોઝિટ કરે છે તો આરામથી તેના પર વાર્ષિક 5 કરોડ રૂપિયાનું ઇન્ટરેસ્ટ મેળવી શકે છે. હાઈ કોર્ટની મંજૂરી બાદ બોર્ડ તેના પ્લાનમાં આગળ વધવાનું છે. આ 500 કિલો સોનામાં કોઈ દાગીના કે પછી ધાર્મિક વિધિઓમાં વપરાતા સોનાનો સમાવેશ કરાયો નથી.
તમે ટાટા ગ્રૂપની કારની ઇનામ આપવાની લોભામણી લિંકનો શિકાર તો નથી બન્યાને? જાણો વિગત
કોરોનાકાળમાં લાંબા સમય સુધી મંદિરો બંધ રહેવાને કારણે ભક્તો તરફથી આવતું દાન, દાગીના વગેરે બંધ થઈ ગયાં હતાં. એટલું જ નહીં પણ મંદિરની આવકને પણ મોટો ફટકો પડ્યો હતો. બોર્ડે પોતાના આધિપત્ય હેઠળ આવતાં 1200 મંદિર થકી આવક મેળવે છે.