ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
ટીવી ઇન્ડસ્ટ્રીની સાથે જ નાટ્ય અને ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા દિગ્ગજ અભિનેતા ઘનશ્યામ નાયક ઉર્ફ નટુકાકાના આજે સવારે કાંદિવલીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંતિમયાત્રામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સંપૂર્ણ ટીમ જોડાઈ હતી. 77 વર્ષના ઘનશ્યામ નાયકના મૃત્યુથી પૂરી ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે. લાંબા સમયથી બીમાર રહેલા નટુકાકાને કૅન્સર થયું હતુ. તેમની સારવાર પણ ચાલી રહી હતી. તેમના નિધન બાદ ટીવી સિલેબ્રિટીઝ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી સહિત સિરિયલ સાથે સંકળાયેલા કલાકારો તેમના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. કલાકારોએ તેમને ભારે દિલે શ્રદ્ધાંજલિ આપી હતી, તો સિરિયલની બબિતાજીનું પાત્ર ભજવનારી મુનમુન દત્તાએ પણ નટુકાકા સાથેના પોતાના અનેક ફોટા સોશિયલ મિડિયા પર શૅર કર્યા હતા અને નટુકાકાની યાદોને તાજી કરી હતી.
નટુકાકાની અંતિમયાત્રામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ સાથે જોડાયા બાદ બબિતાજીએ કર્યું આ કામ, સૌ કોઈની આંખો છલકાઈ ગઈ; જાણો વિગત