કોરોના મૃતકોના સ્વજનોને મળશે 50 હજાર રૂપિયાની સહાય, કેન્દ્રના નિર્દેશોને સુપ્રીમ કોર્ટેની મંજૂરી ; જાણો કેટલા દિવસની અંદર મળશે વળતર 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021

સોમવાર

કોરોના સંક્રમણના કારણે મરનાર લોકોના પરિવારો જનો માટે રાહત સમાચાર આવ્યા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટે કોરોનાથી મોત થવા પર પરિજનોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની કેન્દ્ર સરકારની યોજના પર મહોર લગાવી દીધી છે. 

સાથે જ કોર્ટે નિર્દેશ આપ્યો છે આ વળતર અરજી જમા કરવા અને મૃત્યુના કારણને કોવિડ 19 ના સ્વરૂપમાં પ્રમાણિત થયાના 30 દિવસની અંદર આપવામાં આવે.

જોકે આ વળતર રાજ્યોની સહાય આપવાની અન્ય યોજનાથી અલગ હશે. આ ઉપરાંત વળતર ભવિષ્યમાં થનારા મોત ઉપર પણ લાગૂ રહેશે. તેની ચૂકવણી રાજ્ય આફત રાહત કોષમાથી કરાશે. 

આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે લાભાર્થીનું પૂરેપૂરું વિવરણ પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવે.

 મલાઈકાને છોડીને 22 વર્ષ નાની છોકરી સાથે છે અરબાઝ ખાનનું અફેર, ગર્લફ્રેન્ડને ભેટમાં આપી કરોડોની આ વસ્તુ; જાણો વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More