નવરાત્રી દરમિયાન મુંબઈ શહેરની આરાધ્ય દેવી મુંબાદેવી મંદિરમાં દર્શન શી રીતે કરશો? મંદિર મૅનેજમેન્ટે બહાર પાડી માર્ગદર્શિકા, આ લોકો નહીં કરી શકે દર્શન અને આ રીતે મળશે મંદિરમાં એન્ટ્રી

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 
સોમવાર

મહારાષ્ટ્ર સરકારે પહેલાં નોરતાથી નવરાત્રીમાં મંદિરો ખોલી નાખ્યાં છે. આવા સમયે મંદિરમાં ધસારો થવાની શક્યતા રહેલી છે. બીજી તરફ સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે કે કોઈ પણ મંદિરમાં ૫૦ ટકાથી વધુ ભીડ ન હોવી જોઈએ. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરની આરાધ્ય દેવી એટલે કે મુંબાદેવી મંદિરે દર્શન માટે ગાઇડલાઇન બહાર પાડી છે.
મંદિરે એક નિવેદનમાં જણાવ્યું છે કે ગિરનાર લિખિત વેબસાઇટ પર ક્લિક કર્યા પછી.
 https://mumbadevi.org.in/ 

લોકોને એક એસએમએસ પ્રાપ્ત થશે. આ એસએમએસ સાથે તે વ્યક્તિએ પોતાનું આઇડેન્ટિટી કાર્ડ તેમજ વેક્સિન લીધાનું સર્ટિફિકેટ સાથે રાખવું પડશે.  મંદિર પ્રશાસન દ્વારા એ વાતની ચકાસણી કરવામાં આવશે કે વેક્સિન લીધા પછી ૧૪ દિવસ પતી ગયા છે કે કેમ. આ ઉપરાંત નાનાં બાળકો ૬૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓ તેમજ ગર્ભવતી મહિલાઓને ઘરે રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ મંદિરની અંદર મર્યાદિત લોકો પરવાનગી સાથે હાજર રહી શકશે.

શું તમને ખબર છે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ના પરિવારમાં ૬ પેઢી કલાકારોની છે?

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More