ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
કિડની મનુષ્યના શરીરમાં અતિમહત્ત્વની ભૂમિકા ભજવે છે. મનુષ્યને જીવતા રહેવા માટે 2માંથી એક કિડનીનું કાર્યશીલ રહેવું આવશ્યક છે. પ્રાપ્ત જાણકારી મુજબ સંશોધકોએ એક કૃત્રિમ કિડની બનાવી છે, જે કિડનીના દર્દીઓને ડાયાલિસિસથી રાહત આપશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કૃત્રિમ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારી વ્યક્તિને માત્ર સારું જીવન જ નહીં આપે, પરંતુ તેને ઘણી સમસ્યાઓથી મુક્તિ પણ આપશે. એ જ સમયે તેને એ દવાઓથી પણ બચાવશે, જેના કારણે અન્ય રોગો અને સમસ્યાઓ થવાનો ભય રહે છે. એ ઇમ્પ્લાન્ટેબલ બાયોઆર્ટિફિશિયલ કિડની છે, જે બ્લડ પ્રેશર સપોર્ટ પર ચાલશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિડનીના રોગોથી પીડાતા લોકો માટે એ ભવિષ્યમાં વરદાન સાબિત થશે. કિડની સંબંધિત બીમારીઓથી પીડાતા દર્દીઓને ડાયાલિસિસ મશીનો અને ટ્રાન્સપ્લાન્ટની લાંબી રાહમાંથી રાહત આપશે. એ કિડની પ્રોજેક્ટની ટીમ દ્વારા બનાવવામાં આવી છે.
સંશોધકોનું કહેવું છે કે અમારી ટીમે આવી કૃત્રિમ કિડની બનાવી છે, જે માનવ કિડનીના કોષોને મદદ કરશે અને સાથોસાથ રોગપ્રતિકારક પ્રતિભાવ એને બહારનો પદાર્થ ગણીને એનો વિરોધ નહીં કરે. અમે હેમોફિલ્ટર અને બાયોરેક્ટર સાથે એના એકીકરણની શક્યતાઓ દર્શાવી છે.
શિવસેનાનો પેંગ્વિન પ્રેમ ઘટતો નથી, હવે હરખમાં આ નવું નજરાણું લાવ્યા; જાણો વિગત
હવે અમારે વધુ સખત પ્રિક્લિનિકલ ટેસ્ટિંગ માટે અમારી ટેક્નોલૉજીને અપગ્રેડ કરવાની છે. અહેવાલ અનુસાર કિડની પ્રોજેક્ટે કિડનીમાં બે મહત્ત્વના ભાગો હેમોફિલ્ટર અને બાયોરેક્ટર ઉમેર્યા છે, જેથી પરિણામોમાં અવકાશ ન રહે. પ્રિક્લિનિકલ સર્વેલન્સ માટે સ્માર્ટફોન કદના ઉપકરણનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું. આ પહેલ માટે કિડની પ્રોજેક્ટની ટીમને કિડનીએક્સ ચરણ એકમાં કૃત્રિમ કિડની ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ટીમ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાંથી પસંદગી પામેલી છ વિજેતા ટીમોમાંની એક હતી.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ‛ધ કિડની પ્રોજેક્ટ’એ અલગ પ્રયોગોમાં હેમોફિલ્ટર અને બાયોરેક્ટરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. હેમોફિલ્ટર લોહીમાંથી નકામા પદાર્થો અને ઝેર દૂર કરે છે. એ જ સમયે બાયોરેક્ટર લોહીમાં ઇલેક્ટ્રૉલાઇટ્સને સંતુલિત કરવાનું કામ કરે છે. કિડની પ્રોજેક્ટ એક રાષ્ટ્રીય સંશોધન પ્રોજેક્ટ છે. એનું લક્ષ્ય કિડની નિષ્ફળતાની સારવાર માટે માઇક્રો, મેડિકલી ટ્રાન્સપ્લાન્ટ અને બાયોઆર્ટિફિશિયલ કૃત્રિમ કિડની બનાવવાનું છે. કિડનીએક્સ એ યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ ઍન્ડ હ્યુમન સર્વિસીસ અને અમેરિકન સોસાયટી ઑફ નેફ્રોલૉજી વચ્ચે જાહેર-ખાનગી ભાગીદારી છે. કિડનીના રોગોની રોકથામ, નિદાન અને સારવારમાં નવી ટેકનોલૉજી લાવવા માટે એની સ્થાપના કરવામાં આવી છે.