ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઓક્ટોબર, 2021
શનિવાર.
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં હાઈ-વે કામના ભૂમિપૂજન અને લોર્કાપણના કાર્યક્રમમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવાર અને કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરી એક જ સ્ટેજ પર બિરાજમાન થયા હતા. આ કાર્યક્રમમાં શરદ પવારે પેટભરીને નિતીન ગડકરીની કામગીરીના વખાણ કરતા રાજકીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો હતો. ત્યારે આ પ્રસંગે ગડકરીએ સુરત હૈદરાબાદ વચ્ચે નવો હાઈ-વે બનાવવાની જાહેરાત કરી હતી. આ હાઈ-વે સુરતથી વાયા નાશિક- સોલાપૂર- કોલ્હાપુર- અકલકોટ- કોચીન- હૈદરાબાદ રહેશે.
છેલ્લા થોડા દિવસથી ભાજપ સતત મહાવિકાસ આઘાડી સરકારની ટીકા કરી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સત્તા ઉથલી પડવાની ભવિષ્યવાણી કરી રહ્યુ છે, છતાં તેની પરવા નહીં કરતા શરદ પવાર અને નિતીન ગડકરી રસ્તાના લોકાપર્ણના અવસરે એક સાથે થઈ ગયા હતા. રાજકરણને વચ્ચે નહીં લાવતા બંને નેતાઓએ વિકાસ કાર્ય પર ભાર આપ્યો હતો. તેમ જ એકબીજાની કામગીરી વખાણ પણ કર્યા હતા.
આ દરમિયાન નિતીન ગડકરીએ આ નવા હાઈ-વેની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં આ હાઈ-વેનો ૪૮૧ કિલોમીટરનો રહેશે. જેમાં અહમદનગર જિલ્લામાં ૧૮૦ કિલોમીટર હશે. આ હાઈવે લગભગ ૫૦,૦૦૦ કરોડના ખર્ચે બનશે. આ હાઈ-વે ને લીધે નાશિક કોલ્હાપુર, સોલાપુર અને અહમદનગરમાં પરિવહન સેવા વધુ સારી થશે. તેમ જ સીધા દક્ષિણ ભારત સાથે જોડાઈ જશે. મહારાષ્ટ્રના આ ૪ જિલ્લાને આ હાઈ-વેથી ફાયદો થશે એવું પણ ગડકરીએ કહ્યું હતું.