અંધેર નગરી ગંડુ રાજા : કાંદિવલીમાં ઇન્ડસ્ટ્રી માટેના અનામત પ્લૉટ પર ઊભા થઈ ગયાં બાર અને રેસ્ટોરાં; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 ઑક્ટોબર, 2021

શનિવાર

કાંદિવલી (વેસ્ટ), ચારકોપમાં 116 એકરનો ઇન્ડસ્ટ્રી માટેનો પ્લૉટ અનામત રાખવામાં આવ્યો હતો, પરંતુ આ પ્લૉટ પર હવે બાર, રેસ્ટોરા તથા કપડાની દુકાનો ઊભી થઈ ગઈ છે. એની ફરિયાદ જતાં હવે રહી રહીને મુંબઈ ઉપનગરના કલેક્ટરે સંબંધિત લોકો સામે પગલાં લેવાનો આદેશ આપ્યો છે.

આ બાબત પ્રકાશમાં આવતા ઉપનગરના કલેક્ટરે મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરને પત્ર મોકલીને સંબંધિતો દ્વારા નિયમોનું ઉલ્લંઘ કરવામાં આવતું હોવાની જાણ કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા આ પ્લૉટ ઉદ્યોગોના વિકાસ અર્થે મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનને હસ્તાંતર કર્યો હતો.

મુંબઈના ગરબાપ્રેમીઓ સાથે હાડોહાડ અન્યાય : મુંબઈ સિવાય રાજ્યમાં ગરબાની મંજૂરી; જાણો વિગત

સરકારની માલિકીની આ જમીનનો ઔદ્યોગિક વિકાસ કરવાનો આદેશ મહેસૂલ ખાતાએ 1961ની સાલમાં આપ્યો હતો. તેમ જ જમીન વિતરણ કરવાનો અધિકાર કલેક્ટર પાસે હતો. એ મુજબ 16 પ્લૉટ સાર્વજનિક ઉપયોગ માટે અને 150 પ્લૉટ ઔદ્યોગિક વિકાસ માટે આપવામાં આવ્યા હતા.જોકે ચારકોપનો આ પ્લૉટનો ઉપયોગ ઉદ્યોગ સિવાયના અન્ય કામ માટે થતો હોવાથી તપાસ કરીને સંબંધિત સામે પગલાં લેવાનો આદેશ કલેક્ટરે આપ્યો છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More