ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
દુનિયાભરના દેશોને વારંવાર પરેશાન કરનારી મહાસત્તા ચીન હાલ ખુદ પરેશાન થઈ ગયું છે. કોલસાની સખત અછત સર્જાતાં ચીનના મોટા ભાગના વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો છે. ત્યારે ચીનનું નાક દબાવવા દુનિયાના તમામ દેશોએ સંયુક્ત રીતે પ્લાન હેઠળ એને કોલસો મળે નહીં એવી તરકીબ અજમાવી હોવાનું ચર્ચાય છે.
ચીનમાં કોલસાને અભાવે સદીની સૌથી ભયાનક ઇલેક્ટ્રિસિટી ક્રાઇસિસ સર્જાઈ છે. કોલસાનું ઉત્પાદન ઠપ્પ છે અને દુનિયાના અન્ય દેશો તરફથી પણ એને કોલસો નથી મળી રહ્યો. દુનિયામાં સૌથી વધુ કોલસાનો ભંડાર ભારતમાં છે. છતાં અન્ય દેશોની તકલીફ વખતે મદદે દોડી જનાર ભારત એને વાંરવાર સરહદે પરેશાન કરનારા ચીનને એક કિલો પણ કોલસો આપવા તૈયાર નથી.
ચીન હાલ ઇલેક્ટ્રિસિટી ક્રાઇસિસનો સખત સામનો કરી રહ્યું છે. વીજળીનું ઉત્પાદન કરનારી કંપનીઓ ઠપ્પ થઈ ગઈ છે. ફૅક્ટરીઓ બંધ, રસ્તા પરના સિગ્નલ બંધ, લોકોના ઘરોમાં બત્તી ગૂલ છે, હાઈરાઇઝ ઇમારતોમાં લિફ્ટ બંધ છે. લોકોના ઘરમાં પાણી આવતું બંધ થઈ ગયું છે. મોબાઇલ ફોનના કવરેજ મળતાં બંધ થઈ ગયાં છે. આવી અનેક સમસ્યાઓનો સામનો ચીનાઓ કરી રહ્યા છે. એમાં પણ સૌથી અસરગ્રસ્ત વિસ્તાર જિલિલ છે. આ હાલાકી માટે દુનિયાને પોતાની મુઠ્ઠીમાં કરવાનું સપનું જોનારા ચીન સત્તાધીશો ખુદ જવાબદાર છે.