ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦/૦૯/૨૧
ગુરુવાર
મુંબઈ મહાનગરપાલિકાએ ફરી એક વખત શાળા શરૂ કરવા માટે નિયમાવલી જાહેર કરી છે. આ નિયમાવલી ઘણી જ આકરી છે તેમજ વિદ્યાર્થીઓને સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. નિયમાવલી ના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.
૧. પાલકની સંમતિપત્રક વિના બાળકને શાળામાં નહીં બોલાવી શકાય.
૨. શાળામાં આવવા તેમજ જવા માટે અલગ-અલગ ગેટ નો ઉપયોગ કરવામાં આવશે.
૩. દરેક શાળાએ નજીકમાં રહેલી હોસ્પિટલ સાથે ટાઇઅપ કરવાનું રહેશે અને ઇમર્જન્સીની પરિસ્થિતિમાં બાળકને મેડિકલ ફેસેલીટી આપવી પડશે
૪. સ્કૂલના બધા સ્ટાફને વેક્સિન ના બે ડોઝ લેવા અનિવાર્ય છે. જે વ્યક્તિએ બે ડોઝ ન લીધા હોય તેણે ૪૮ કલાક પહેલા આરટીપીસીઆર ટેસ્ટ કરવો પડશે.
૫. શાળાના શૌચાલયો વખતોવખત સાફ કરવા પડશે તેમ જ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું પડશે.
૬. કોઈપણ વિદ્યાર્થી અથવા શિક્ષક ની તબિયત ખરાબ જણાતા તેને તત્કાળ શાળામાંથી અન્ય સ્થળે ખસેડવામાં આવે.
૭. જો કોઈ વિદ્યાર્થી શાળામાં નથી આવતો તેની ઉપર દબાણ નહીં કરી શકાય. તેમજ સો ટકા હાજરી નો નિયમ લાગુ નહીં રહે અને જે વ્યક્તિ અથવા બાળક શાળામાં આવે છે તેનું અભિવાદન પણ નહીં કરી શકાય.
૮. એક બેન્ચીસ પર એક બાળક બેસી શકશે તેમજ બાજુ ની બેન્ચીસ ખાલી રાખવી પડશે.
મુંબઈ મહાનગરપાલિકાએ જે નિયમાવલી પ્રસ્તુત કરી છે તે નિયમાવલી ઘણી કડક છે અને તેમાં આશરે ૫૦ જેટલા નિયમો આવે છે.