ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
હૉલિવુડની પ્રખ્યાત ફ્રેન્ચાઇઝી જેમ્સ બૉન્ડની ફિલ્મ 'નો ટાઇમ ટુ ડાઇ'નો મંગળવારે લંડનમાં વર્લ્ડ પ્રીમિયર હતો. આ દરમિયાન અભિનેતા ડેનિયલ ક્રેગ છેલ્લી વખત જેમ્સ બૉન્ડના અવતારમાં રેડ કાર્પેટ પર ચાલ્યો હતો. ડેનિયલ ‘નો ટાઇમ ટુ ડાઇ’માં છેલ્લી વખત જેમ્સ બૉન્ડની ભૂમિકામાં જોવા મળશે અને એ પછી તેણે આ પાત્રમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે. આ ફિલ્મ ભારતમાં 30 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2006માં ડેનિયલ ફિલ્મ ‘કેસિનો રૉયલ’માં ડિટેક્ટિવ જેમ્સ બૉન્ડની ભૂમિકામાં દેખાયો હતો. એ ‘ક્વોન્ટમ ઓફ સોલેસ’, ‘સ્કાયફૉલ’ અને ‘સ્પેક્ટર’માં પણ દેખાયો છે. નોંધપાત્ર વાત એ છે કે જ્યાં કોરોનાને કારણે ઘણી ફિલ્મોની રિલીઝ સ્થગિત કરવામાં આવી હતી, ત્યાં ‘નો ટાઇમ ટુ ડાઇ’ પણ સામેલ છે. આ ફિલ્મ અગાઉ એપ્રિલ 2020માં રિલીઝ થવાની હતી, પરંતુ એ પછી રિલીઝની તારીખોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે નવો જેમ્સ બૉન્ડ એક અભિનેતા નહીં, પણ એક અભિનેત્રી લશ્ના લિંચ દર્શકોની સામે હશે.
જાણો બોલીવૂડની બિગ બજેટ એવી 4 ફિલ્મો વિશે, જેણે લખલૂટ ખર્ચ કર્યા અને ફિલ્મ ભપ્પ થઈ ગઈ.
જેમ કે 'નો ટાઇમ ટુ ડાઇ' ફિલ્મ ડેનિયલ ક્રેગની જેમ્સ બૉન્ડ શ્રેણીની અંતિમ ફિલ્મ હશે. નિર્માતા બાર્બરા બ્રોકોલીએ એક નિવેદનમાં કહ્યું છે કે આ શ્રેણીના ચાહકો જે પ્રકારની આશા રાખી રહ્યા છે, ડેનિયલ ક્રેગ તરીકે જેમ્સ બૉન્ડનો અંત આ ફિલ્મમાં મહાન બનશે. OTT પર આ ફિલ્મ રિલીઝ થયાના અહેવાલો પણ હતા, પરંતુ મેકર્સે સ્પષ્ટપણે કહ્યું છે કે જેમ્સ બૉન્ડ સિરીઝની કોઈ ફિલ્મ વેચાણ માટે નથી. આ ફિલ્મ સિનેમાઘરોમાં જ રિલીઝ થશે.