અનોખો કિસ્સો : દર મહિને પૂરતી સંખ્યામાં મુરતિયાઓ ન દેખાડવા બદલ મૅચ-મેકરને  દંડ થયો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર

લગ્ન માટે છોકરા કે છોકરીનો જોડામેળ જમાવવાનું કામ સમાજમાં અમુક લોકો સામાજિક જવાબદારી તરીકે કરતા હતા. સમય જતાં આ કામ કમર્શિયલ બની ગયું. આજે ફી લઈને મૅચ-મેકરો વર-કન્યાની જોડીઓ ગોઠવે છે. આવી જ રીતે એક મહિલાએ તગડી ફી આપીને મૅચ-મેકરને મુરતિયા શોધવાનું કામ સોંપ્યું હતું. કામ બરાબર ન થતાં આખરે મહિલાએ કન્ઝ્યુમર કોર્ટમાં જવું પડ્યું.

મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, મુંબઈ સહિત આ અન્ય જિલ્લાઓ માટે IMDએ જાહેર કર્યું એલર્ટ

આઠ વર્ષ પહેલાં મહિલાએ એક મૅચ-મેકર સાથે ડીલ કરી હતી. મૅચ-મેકરે દર મહિને ૧૫ મુરતિયા બતાવવાનું વચન આપ્યું હતું. મુરતિયાના બાયોડેટા, ફોટોગ્રાફ તેમ જ તેનાં માતાપિતા સાથે વાત કરીને લગ્ન નક્કી કરાવવાની વાત થઈ હતી. આ કામ માટે મહિલાએ વર્ષ 2012માં 55 હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો. જોકે આ મૅચ-મેકર પોતાની ડીલ પ્રમાણે કામ કરતો ન હોવાથી મહિલા અને તેના પિતાએ ઈ-મેઇલ ફરિયાદ મોકલી હતી. જેનો કોઈ જવાબ ન મળ્યો, ત્યાર બાદ મહિલાએ મૅચ-મેકરની સર્વિસ પડતી મૂકીને રિફંડ માગ્યું હતું.  તેણે રિફંડ આપવાની ના પાડતાં મહિલા કન્ઝ્યુમર કોર્ટમાં ગઈ હતી. 

આ કેસના ચુકાદામાં ગ્રાહક અદાલતે આગામી ૩0 દિવસમાં 55 હજાર રૂપિયા અને 5 હજાર ખર્ચ તરીકે મહિલાને ચૂકવવાનો આદેશ મૅચ-મેકરને આપ્યો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More