ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21, સપ્ટેમ્બર 2021
મંગળવાર.
તમે ઇ-બાઈક વિશે તો સાંભળ્યું જ હશે અને એ પણ ઉલ્લેખનીય છે કે સરકાર ઇ-બાઈક પર સબસીડી પ્રદાન કરે છે. પરંતુ શું તમે ઇ-સાઈકલ વિશે સાંભળ્યું છે? તો ચાલો જાણીએ ઈ-સાઈકલ વિશે.
તમે કામ અથવા વ્યવસાય માટે 20 થી 25 કિલોમીટરની મુસાફરી માટે બાઇકનો ઉપયોગ કરતાં જ હશો. પરંતુ હવે તમે આટલા કિલોમીટરની મુસાફરી સાઈકલ પર આરામથી કરી શકો છો. કારણકે ટાટા ઇન્ટરનેશનલ લિમિટેડની માલિકીના સ્ટ્રાઈકરે બે શક્તિશાળી ઈલેક્ટ્રિક સાઈકલ લોન્ચ કરી છે. આ સાઈકલની ખાસિયત એ છે કે તમે માત્ર ત્રીસ પૈસામાં પાંચ કિલોમીટરનો પ્રવાસ કરી શકો છો.
આ ભારતીય ઍક્ટ્રેસનાં એક, બે નહીં 12 વ્યક્તિઓ સાથે લફરાં ચાલ્યાં હતાં, હવે થઈ ગયા છે છૂટાછેડા
સ્કાયટરે Contino ETB 100 અને Voltic 1.7 એમ બે પ્રકારની ઇલેક્ટ્રિક સાઈકલ ભારતીય બજારમાં લોન્ચ કરી છે. Contino ETB 100 એ ખાસ કરીને શહેરી યુવાનો માટે બનાવવામાં આવેલ ઇલેક્ટ્રિક સાઈકલ છે.
જેમાં નીચે મુજબની સુવિધાઓ આપવામાં આવેલ છે.
1. Contino ETB 100 ઇલેક્ટ્રિક સાઈકલ એક વખત ચાર્જ કર્યા બાદ 60 કિલોમીટર સુધી મુસાફરી કરી શકે છે.
2.સ્માર્ટ સલામતી સુવિધાઓમાં સાત સ્પીડ અને ત્રણ રાઈડ મોડ્સનો સમાવેશ થાય છે.
3. તે શક્તિશાળી મોટર અને લિથિયમ આયન બેટરી દ્વારા સંચાલિત છે.
4. Voltic 1.7 ઇલેક્ટ્રિક સાઇકલની બેટરી સંપૂર્ણ ચાર્જ થવામાં ત્રણ કલાકનો સમય લે છે. એકવાર ચાર્જ કર્યા બાદ સાઇકલ 25 થી 28 કિલોમીટરની મુસાફરી કરી શકે છે.
5. તેની મહત્તમ ઝડપ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. કંપની બાઇક પર બે વર્ષની વોરંટી પણ આપે છે.
Contino ETB 100 ની કિંમત બ્લેક એન્ડ બ્લુમાં 37,999 રૂપિયા છે. જ્યારે Voltic 1.7 ની શરૂઆતની કિંમત 29,995 રૂપિયા છે. આ સાઈકલ ગ્રે અને રેડ કલરમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.
અનુરાગ કશ્યપ પર આરોપ કરનાર અભિનેત્રી પર એસિડ હુમલો થયો. નોંધાવી એફઆઈઆર. જાણો વિગત.