ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
ભાજપ શિવસેના વચ્ચેની યુતિ તૂટ્યા બાદ શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉત ભાજપની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવાની એક પણ તક છોડતા નથી. જોકે શુક્રવારે નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસે શિવસેનાના નેતા સંજય રાઉતે તેમને શુભેચ્છા તો આપી હતી, પણ સાથે જ ભરપેટે તેમનાં વખાણ કરતાં રાજકીય સ્તરે ફરી ચર્ચાનો વિષય બની ગયો છે. નરેન્દ્ર મોદી જેવો અત્યાર સુધી કોઈ નેતા થયો નથી એવા શબ્દોમાં તેમણે વડા પ્રધાનનાં વખાણ પણ કર્યાં હતાં. એથી શું ફરી શિવસેના-ભાજપ એક થઈ રહ્યાં છે એવી ચર્ચાએ પણ વેગ પકડ્યો હતો.
મુંબઈમાં આતંકી હુમલાનું જોખમ : ટ્રેનમાં ગૅસ-ઍટેકથી મુસાફરોને લક્ષ્યાંક બનાવી શકે છે આતંકીઓ, એલર્ટ જારી
વડા પ્રધાનને જન્મદિવસની ફક્ત શુભેચ્છા આપતાં નહીં રોકાતાં સંજય રાઉતે નરેન્દ્ર મોદીનાં વખાણ કરતાં કહ્યું હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટીને નવી ઊંચાઈ પર લઈ ગયા છે. કોઈ નેતા તેમને પહોંચી શકે એમ નથી. અટલ બિહારી વાજયપેયી બાદ ભાજપના તેઓ એકમાત્ર એવા નેતા છે, જે ભાજપને ઉચ્ચ શિખરો પર લઈ ગયા છે. તેમના શાસનમાં દેશમાં રાજકીય સ્થિરતા આવી હોવાનું પણ સંજય રાઉતે કહ્યું હતું. તેમની કામ કરવાની અનોખી શૈલી અને મુદ્દાઓને જોવાનો અલગ દૃષ્ટિકોણને કારણે તેઓ અન્યથી અલગ પડે છે.