ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનોના એક પછી એક કૌભાંડ બહાર પાડી રહ્યા છે. તેમણે રાજ્યના જુદા જુદા પ્રધાનો અને નેતાઓની એક યાદી તૈયાર કરી છે. એમાં હવે તેઓ રાજ્યના વધુ ત્રણ નેતાઓનાં કૌભાંડો બહાર પાડવાના છે. હજી સુધી આ નેતાઓનાં નામ બહાર પાડવામાં આવ્યાં નથી, પરંતુ અપ્રત્યક્ષ રીતે એ ત્રણ નેતાઓ સામે આંગળી ચીંધી દેવામાં આવી છે. હાલ સોમૈયા દિલ્હીમાં ઈડી અને સીબીઆઇ, ઇન્કમ ટૅક્સના અધિકારીઓની મુલાકાત માટે રવાના થયા હોવાનું કહેવાય છે.
મહાવિકાસ આઘાડી સરકારના ત્રણ પ્રધાનોનો ભ્રષ્ટાચાર બહાર કાઢવાની ચીમકી સોમૈયા આપી છે. બહુ જલદી તેમનાં નામ પણ તેઓ જાહેર કરવાના હોવાનું કહ્યું હતું. એમાં વિદર્ભના કૉન્ગ્રેસના પ્રધાન, રાષ્ટ્રવાદીના મોટા નેતા અને શિવસેનાના એક નેતાનો સમાવેશ થાય છે. આ નેતાઓની સાથે તેમના પરિવારજનો પણ કૌભાંડમાં જોડાયેલા હોવાનો સોમૈયાએ આરોપ કર્યો છે.
રાજ્યના ગ્રામીણ વિકાસપ્રધાન હસન મુશ્રીફના વિરોધમાં 2,700 પાનાંના પુરાવાની ફાઈલ લઈને સોમૈયા હાલ દિલ્હી ગયા છે. ઈડીને આ ફાઈલ આપવાના છે.