બોરીવલીમાં પરપ્રાંતીયો વચ્ચે ધીંગાણું : મામાની માનસિક સ્થિતિ બગડતાં ભાણિયાએ તેમનું અપહરણ કર્યું; દહીંસર ખાતે હાથપગ બાંધી અંધારી જગ્યામાં ફેંકી દીધા; જુઓ વીડિયો અને જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર

મુંબઈમાં પરપ્રાંતીય મજૂરો વચ્ચે ધીંગાણું થયા બાદ એક વિચિત્ર ઘટના ઘટી છે. એમાં એક ભાણિયાએ મામાના હાથપગ બાંધીને તેમને રસ્તા ઉપર ફેંકી દીધા હતા. 
આ ઘટનામાં બોરીવલી પશ્ચિમમાં એક નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર કેટલાક પરપ્રાંતીય મજૂરો વચ્ચે ઝઘડો થયો હતો. આ મજૂરોમાં ઓરિસ્સાથી આવેલા  મજૂરોની સંખ્યા વધારે હતી. એમાંથી કેટલાક મજૂરો એક જ પરિવાર સાથે સંકળાયેલા હતા. ઝઘડા દરમિયાન આધેડ વયના મજૂરની માનસિક હાલત બગડતાં તેના ભાણિયા સહિત અન્ય મજૂરો તેના પર ગુસ્સે ભરાયા હતા. 

ઓટોમોબાઇલ અને ડ્રોન ઉદ્યોગ માટે 26 હજાર કરોડની PLI સ્કીમને મંજૂરી, આટલા લાખ લોકો માટે રોજગારની તકો ઊભી થશે; જાણો વિગતે
ત્યાર બાદ ભાણિયા અને અન્ય સાત મજૂરોએ ભેગા મળીને તેમના અસ્થિર મગજના મામાના હાથપગ બાંધીને ગાડીમાં નાખી લઈ ગયા અને દહીંસરના નિર્જન રોડ ઉપર ઝાડપાન વચ્ચે ફેંકી દીધા હતા. જ્યાં જંગલમાં તેના મામા કલાકો સુધી વરસાદમાં એ જ હાલતમાં પડી રહ્યા.

 ત્યાર બાદ સ્થાનિક નાગરિકોને આ વ્યક્તિ પરેશાન હાલતમાં મળી આવતાં તેમણે તેના હાથ પગ છોડ્યા હતા અને પોલીસને આ બાબતે જાણ કરી હતી. પોલીસની મદદથી આ માનસિક બીમાર મજૂરને તેના ગામ ઓરિસ્સા ખાતે મોકલવામાં આવ્યો હતો.

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *