ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
એવું કહેવાય છે કે નેતા બનવા માટે ઓછું ભણેલ હોય તો પણ ચાલે, તેના માટે કોઈ ડિગ્રીની આવશ્યકતા નથી. જેનું ઉદાહરણ સફળ રાજનૈતિક નેતા અટલ બિહારી વાજપેયીજી છે, પરંતુ તમે જાણો છો એવી વ્યકિતઓ વિશે કે જેમણે આઇ.આઇ.ટી. પાસ કરીને રાજનીતિમાં ઝંપલાવ્યું હોય. તો ચાલો જાણીએ તેમના વિશે.
1. અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ વર્તમાનમાં દિલ્હીમાં મુખ્ય મંત્રી તરીકે ફરજ બજાવે છે. તેમણે પોતાનું શિક્ષણ આઇ.આઇ.ટી. ખડગપુરથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં કર્યું છે. તેઓએ ભારતીય રાજસ્વ વિભાગમાં પણ કામ કર્યું છે અને તેઓ રાજનીતિમાં આવ્યા એ પહેલાં એક સામાજિક કાર્યકર્તા હતા.
2.અજિત સિંહ
ચૌધરી અજિત સિંહને પશ્ચિમ ઉત્તર પ્રદેશનું ગૌરવ કહેવામાં આવે છે. તેમણે આઇ.આઇ.ટી ખડગપુરથી અભ્યાસ કર્યો હતો. અજિત સિંહ ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહના પુત્ર છે, જેમનું તાજેતરમાં કોરોનાને કારણે મૃત્યુ થયું છે. ભારત સરકારમાં કૃષિમંત્રી ઉપરાંત તેઓ નાગરિક ઉડ્ડયનમંત્રી પણ રહી ચૂક્યા છે.
આ રાજ્યમાં હવે 'નીટ' ની પરીક્ષા નહીં લેવાય. બારમાના રીઝલ્ટ ના આધારે જ ડોક્ટર બની શકાશે.
3. મનોહર પર્રિકર
દેશમાં સ્વચ્છ છબીના નેતા તરીકે મનોહર પર્રિકરનું નામ લેવામાં આવે છે. તેણે આઇ.આઇ.ટી. મુંબઈથી પોતાનો અભ્યાસ કર્યો છે. મનોહર પર્રિકર ગોવાના મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે કેન્દ્રમાં સંરક્ષણમંત્રી તરીકે પણ સેવા આપી છે. 2019માં કૅન્સરને કારણે તેમનું અવસાન થયું.
4. જયરામ રમેશ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ ભારતીય રાજકારણમાં એક ઇનોવેટર તરીકે જાણીતા છે. તેમણે આઇ.આઇ.ટી. મુંબઈથી અભ્યાસ કર્યો હતો. જયરામ રમેશે દેશમાં મંત્રી તરીકે પોતાની ભૂમિકા ભજવી છે.
5. જયંત સિન્હા
ભાજપના નેતા અને હજારીબાગના સાંસદ જયંત સિન્હાએ દિલ્હી આઇ.આઇ.ટી.માંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય મંત્રીની ભૂમિકામાં છે. તેમની પાસે નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે.
પર્યાવરણવાદીઓની પાલિકાને હાકલ : પવઈ લેકમાં કેમિકલ નાખવાનું બંધ કરો; જાણો વિગત