252
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
અમેરિકા બાદ હવે ફ્રાન્સે પણ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને અરીસો બતાવ્યો છે.
ફ્રાન્સના વિદેશ મંત્રીએ નિવેદન આપ્યું છે કે, તાલિબાનોએ હિંસા રોકવાના અને ઉદારવાદી નીતિ દાખવવાના જે દાવા કર્યા હતા એ પોકળ સાબિત થયા છે એટલે અમે તાલિબાનની સરકારને માન્યતા આપવા અંગે વિચારવાના નથી.
ફ્રાન્સના વિદેશ મંત્રી જીન યવેસ લી ડ્રિયને કહ્યું કે તાલિબાનો જૂઠા છે. હિંસા રોકવાના જે દાવા કર્યા હતા એ પોકળ સાબિત થયા છે. તાલિબાનની સરકાર સાથે ફ્રાન્સ કોઈ જ સંબંધ રાખશે નહીં.
ઉલ્લેખનીય છે કે ચીને અમેરિકા સહિતના દેશોને અપીલ કરી હતી કે અફઘાન કટોકટી ટાળવા માટે પ્રયાસો કરવા જોઈએ
મુંબઈની લોકલ ટ્રેનમાં રાફડો ફાટ્યો, આટલા લાખ પૅસેન્જરો હવે દૈનિક થયા; જાણો વિગત
You Might Be Interested In