ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મુંબઈને કચરામુક્ત સ્વચ્છ બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા અનેક ઉપાયયોજના અમલમાં મૂકી રહી છે. ડમ્પિંગ ગ્રાન્ડની ક્ષમતા પૂરી થઈ ગઈ છે. એથી દરરોજ 100 કિલો કરતાં વધુ કચરાનું નિર્માણ કરનારી તેમ જ 20,000 ચોરસ મીટર કરતાં વધુ ક્ષેત્રફળ ધરાવતી મોટી હાઉસિંગ સોસાયટીઓને જ તેમના પરિસરમાં કચરા પર પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરવાનું ફરજિયાત છે. ગયા વર્ષે 3,125 કૉમ્પ્લેક્સમાં આ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી હતી, પરંતુ ગયા વર્ષે લૉકડાઉનને કારણે આ પ્રમાણ ઘટી ગયું હતું. હવે જોકે પાલિકા ડેશબોર્ડની યોજના અમલમાં લાવી છે, જેના માધ્યમથી કચરા પર પ્રક્રિયા નહીં કરનારી હાઉસિંગ સોસાયટીઓ પર નજર રાખી શકાશે. આ ડેશબોર્ડમાં રોડ કચરાનો હિસાબ રાખવામાં આવશે તથા જે સોસાયટીઓ દ્વારા કચરા પર પ્રક્રિયા કરવામાં આવતી નહીં હોય તેની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.
બોરીવલીની કોર્ટે અનેક ઍક્ટિવિસ્ટોને રાહત આપી, આરે આંદોલન સંદર્ભે આ નિર્ણય લીધો; જાણો વિગત
કચરાનું વર્ગીકરણ કરી તેના પર પ્રક્રિયા નહીં કરનારી સંબંધિત સોસાયટીઓને 10થી 50 હજાર રૂપિયા સુધીનો દંડ અને કોર્ટની કાર્યવાહીની નિયમમાં જોગવાઈ છે. તેથી પાલિકા હવે નિયમિત રીતે કચરા પર થતી પ્રક્રિયાનો અહેવાલ લેવાની છે, તે માટે ડેશબોર્ડ તૈયાર કર્યું છે. જેમાં કચરાને લગતી તમામ માહિતી ઉપલબ્ધ રહેશે. મુંબઈમાંથી દરરોજ નીકળતા કચરાથી લઈને કેટલા કચરાનું વર્ગીકરણ કરીને તેના પર પ્રક્રિયા કરવામાં આવી એવી તમામ માહિતી આ ડેશબોર્ડ પર ઉપલબ્ધ રહેશે