ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
કોવિડ મહામારીમાં લોકો બ્લડ ડૉનેશન કરવાથી દૂર ભાગી રહ્યા છે. તેને કારણે મુંબઈ સહિત રાજ્યમાં મોટા ભાગની બ્લડ બૅન્કમાં લોહીની કારમી અછત સર્જાઈ છે. તેમાં પણ મુંબઈમાં અનેક મોટી સરકારી અને ખાનગી હૉસ્પિટલો આવેલી છે. સામાન્ય રીતે મુંબઈમાં બ્લડ ડૉનેશન કૅમ્પમાં મોટી સંખ્યામાં લોકો હોંશેહોંશે જોડાતા હોય છે. જોકે છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને કારણે, ડરના કારણે લોકો બ્લડ ડૉનેશન કરવાથી દૂર ભાગી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે. લોહીની મોટા પાયા પર અછત સર્જાઈ છે. એવામાં મુંબઈની પ્રતિષ્ઠિત ગણાતી અને કૅન્સરના દર્દીઓની સારવાર માટે જાણીતી હૉસ્પિટલ ટાટા મેમોરિયલ સેન્ટરે પણ બ્લડની સર્જાયેલી અછત વિશે સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું છે.
બોરીવલીની કોર્ટે અનેક ઍક્ટિવિસ્ટોને રાહત આપી, આરે આંદોલન સંદર્ભે આ નિર્ણય લીધો; જાણો વિગત
હૉસ્પિટલે ટ્વીટ કરીને લોકોને બ્લડ ડૉનેશન કરવા માટે આગળ આવવાની અપીલ કરી છે. કોરોનાના સમયમાં પણ બ્લડ ડૉનેશન કરવું સરળ અને સુરક્ષિત છે. તેથી વધુ ને વધુ લોકો આગળ આવીને બ્લડ ડૉનેટ કરીને લોકોના જીવ બચાવે એવી અપીલ ટાટા મેમોરિયલ દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં, પણ હાઉસિંગ સોસાયટીઓને પણ તેમણે બ્લડ ડૉનેશન કૅમ્પનું આયોજન કરવાની અપીલ તેમણે કરી છે. ઇચ્છુક લોકોને બ્લડ બૅન્ક પર 022-24177000 આ નંબર પર ફોન કરીને એક્સ્ટેન્શન નંબર 4690 પર સંપર્ક કરવાની વિનંતી કરી છે.