ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને બધાં જ રાજકીય પક્ષો અને સંગઠનોને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ભીડ થાય એવા રાજકીય કાર્યક્રમો, સભા અને મોરચાને તત્કાળ સ્થગિત કરવાની વિનંતી કરી છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે સરકારને આ સંકટનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારીમાં રહેવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.
શિવસેના સહિત સત્તાધારી, વિરોધી આ બધા જ પક્ષોને અપીલ કરી છે કે હવે વધુ કાળજી લો, ભીડવાળા કાર્યક્રમો ટાળો, આપણું આરોગ્ય અને પ્રાણ મહત્ત્વનાં છે. ઉત્સવ તો પછી પણ મનાવી શકાશે. આવનારા દિવસો પડકારજનક હશે. પરિસ્થિતિ હાથ બહાર ન જાય એની પ્રમુખ જવાબદારી બધા જ રાજકીય પક્ષોની છે.
શું મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર આવી ગઈ છે? માત્ર જાહેરાત બાકી છે? આ રહ્યા સાત જિલ્લાના આંકડા
સરકાર સુવિધા નિર્માણ કરશે પણ એનો વપરાશ કરવાનો વખત ન આવે એના માટે પ્રયત્ન કરો એવું પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.