ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021
શનિવાર
બોલિવૂડથી માંડીને હોલીવુડ સુધી સફળ પ્રવાસ ખેડનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસે હાલમાં તેના નવા શો 'સિટાડેલ'નું શૂટિંગ કરી રહી છે. તેના ટફ અને વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં પ્રિયંકા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે જોડાયેલા રહેવાની એક તક પણ છોડતી નથી. અભિનય સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના લુક્સ અને સ્ટાઇલ માટે ચર્ચામાં રહે છે.
હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં વોગ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. અભિનેત્રી સપ્ટેમ્બર મહિના માટે વોગની કવર ગર્લ બની છે. ફોટોશૂટમાં તે રેડ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના મેકઅપની વાત કરીએ તો પ્રિયંકાએ તેના ચહેરા પર સોફ્ટ શિમર સાથે બ્રાઉન શેડની લિપસ્ટિકનો ઉપયોગ કર્યો છે. અભિનેત્રીએ તેના વાળને ભીના રાખીને હાલ્ફ-ટાઈમાં ખુલ્લા રાખ્યા છે.
પ્રિયંકાના વર્કફ્રંટની વાત કરીએ તો, તેની અપકમિંગ બોલિવુડ ફિલ્મની ઘોષણા થોડા સમય પહેલા જ થઇ છે. હવે તે ફરહાન અખ્તરના ડાયરેક્શનમાં બનનારી ફિલ્મ "જી લે ઝરા"માં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. આ ઉપરાંત તે હોલિવુડ ફિલ્મ "ટેક્સટ ફોર યુ" અને "મેટ્રિક્સ 4"માં જોવા મળશે. આ ઉપરાંત કે સીરીઝ "સિટાડેલ"માં પણ જોવા મળશે.