યુપીમાં રહસ્યમયી તાવનો કહેર: મથુરામાં આટલા બાળકોના નિપજ્યા મોત, ઘણા પરિવારોએ ઘર છોડ્યું; લોકોમાં ભય માહોલ 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021 

ગુરુવાર

દેશના ઘણા રાજ્યોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે તો યુપીના મથુરામાં રહસ્યમયી બિમારીએ દેખા દીધી છે. 

ફિરોજાબાદમાં આ રહસ્યમયી તાવથી અત્યાર સુુધીમાં 50 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે મથુરામાં અત્યાર સુધીમાં 11 બાળકો સહિત 13 લોકોના મૃત્યુ થયા છે.  

ફરહના કૌંહ ગામમાં ફેલાયેલી મહામારીના કારણે ઘણા પરિવારોએ પોતાના ઘરને તાળું મારી દીધું છે અને પોતાના સંબંધીઓના ઘરે ચાલ્યા ગયા છે. 

જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગ પાણીની સાથે લોકોની તપાસ કરી રહ્યું છે. અત્યાર સુધીના રિપોર્ટમાં ગામમાં ડેન્ગ્યુ અને મેલેરિયાની સાથે કેટલીક અન્ય બીમારીના લક્ષણ પણ મળ્યા છે. 

ગામમાં દિલ્હી અને લખનઉની ટીમે પણ કેમ્પ કરીને એ વાત જાણવાની કોશિશ કરી રહી છે કે અંતે ગામમાં ફેલાઈ રહેલી મહામારીનું કારણ શું છે? 

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ઇન્ટરનેશનલ ફૂટબૉલમાં સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી બન્યો; જાણો અત્યાર સુધીમાં તેણે કેટલા ગોલ કર્યા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More