ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
સિરિયલ ‘અનુપમા’ના આગામી એપિસોડમાં મોટો ટ્વિસ્ટ આવી રહ્યો છે. અનુપમાની ક્રશ અનુજ કાપડિયા શોમાં એન્ટ્રી કરવાના છે. શોનો નવો પ્રોમો બહાર આવ્યા બાદ એની દરેક જગ્યાએ ચર્ચા થાય છે. બંને અનુપમાની સ્કૂલના રીયુનિયનમાં મળવા જઈ રહ્યા છે. આ રીયુનિયનની રાત પછી, શોની વાર્તામાં એક નવો વળાંક તૈયાર છે. દેવિકા સ્કૂલની રીયુનિયન પાર્ટીમાં હાજરી આપવા માટે પરત ફરશે. અનુજ કાપડિયા એક પ્રખ્યાત બિઝનેસ ટાયકૂન છે. આ સાથે જ અનુપમાની બેસ્ટ ફ્રેન્ડ દેવિકા પણ શોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તે બંનેને સાથે લાવનાર છે.
દેવિકા શરૂઆતથી જ અનુપમાની પડખે ઊભી રહી છે તેમ જ તે શોના પ્રોમોમાં જોઈ શકાય છે કે કાવ્યા અને વનરાજ આ વિશે અજાણ છે. વનરાજ પણ તેને મળવા માટે ઉત્સાહિત છે જેથી તે ફરીથી પોતાનો વ્યવસાય સ્થાપી શકે. આવનારા એપિસોડમાં તમે જોશો કે અનુજ કાપડિયા વનરાજને મોટી ઑફર કરવા જઈ રહ્યા છે. તે વનરાજ અને અનુપમાનું વેરહાઉસ પણ ખરીદવા માગે છે. વનરાજ આ ઑફરથી ખૂબ ખુશ થશે, કારણ કે આ ઑફર પાંચ કરોડ રૂપિયાની છે, પરંતુ અનુપમા આ નવા સોદા માટે સહમત નથી. એથી આગળ શું થાય છે એ જોવું રસપ્રદ રહેશે.
ટીવી સ્ક્રીન પર સૌથી વધુ પ્રિય ‘કૃષ્ણ’એ તેના ચાહકો સાથે શૅર કર્યો એક પ્રેમાળ સંદેશ
આગામી એપિસોડમાં, નંદિની તેના ફોન પર જૂનો નંબર જોઈને ગભરાઈ જાય છે. તેનો ખરાબ ભૂતકાળ તેને ફરી એક વાર સતાવવા માંડે છે. તે વારંવાર કૉલ કાપી નાખશે, પરંતુ તેને કૉલ આવતા રહેશે. આ સમયે, શાહ પરિવાર કોઈ પણ રીતે ટૅક્સની સમસ્યાનો સામનો કરી રહ્યો છે, તેથી તે સમરને એના વિશે જણાવવા માગતો નથી. નંદિનીના જીવન સાથે જોડાયેલું જૂનું રહસ્ય સામે આવશે, જેના કારણે તે ડરી ગઈ છે. જે વાર્તામાં મોટો ફેરફાર લાવશે. તે વ્યક્તિ કોણ છે જે તેને વારંવાર ફોન કરે છે, તે તો આવનારા એપિસોડમાં જ ખબર પડશે.