ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર.
ગુડ્સ સર્વિસ ટૅક્સ (GST) ફાઈલ કરનારાઓ માટે પહેલી સપ્ટેમ્બરથી નવો નિયમ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. એ મુજબ જે બિઝનેસ એકમોએ છેલ્લા બે મહિનાનું GSTR 3B ફાઈલ નથી કર્યું એ એકમો પહેલી સપ્ટેમ્બરથી આઉટવર્ડ સપ્લાયની વિગતો GSTR 1માં ફાઈલ કરી શકશે નહીં એવી સ્પષ્ટતા GST દ્વારા કરવામાં આવી છે. કોઈ પણ મહિનાનું GSTR 1 પછીના મહિનાની 11 તારીખ સુધી ભરવાનું હોય છે. જ્યારે કર ભરવા માટે GSTR 3B પછીના મહિનામાં 20થી 24 તારીખ સુધીમાં ભરવાનું હોય છે.
સેન્ટ્રલ GST રૂલ્સનો 59(6) નિયમ પહેલી સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ નિયમ GSTR ફાઈલ કરવા પર નિયંત્રણ મૂકે છે.
SRA પ્રોજેક્ટમાં બિલ્ડરોને ઘી-કેળાં, કોવિડકાળમાં રેકૉર્ડ બ્રેક પ્રોજેક્ટ થયા મંજૂર; જાણો વિગત
આ નિયમ અંતર્ગત જે એકમોને ગત બે મહિનામાં GSTR 3B ફાઈલ નહી કર્યો હોય એ GSTR 1માં સપ્લાય સંબંધી જરૂરી માહિતી નહીં આપી શકશે. જે લોકો ત્રિમાસિક રિટર્ન ભરે છે, તેમણે ગયા સમયગાળામાં GSTR 3B નહીં ભર્યું હોય તો GSTR 1 પર નિયંત્રણ આવશે.