ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
બિગ બૉસ 13ની સ્પર્ધક અને ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી આજકાલ ટીવીથી દૂર છે. જોકે, ટીવીથી દૂર હોવા છતાં સોશિયલ મીડિયા થકી તે પોતાના ચાહકોના દિલથી ખૂબ નજીક છે. દેવોલીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોની વાહવાહી લૂંટતી રહે છે.
તાજેતરમાં જ અભિનેત્રીએ યેલો બિકિનીમાં પોતાની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેને જોઈને યૂઝર્સ તેના દિવાના થઈ ગયા છે.
આ તસ્વીરોમાં અભિનેત્રી પુલ સાઈટ પર વાઈન ગ્લાસ સાથે પોઝ આપી રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રી પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. યૂઝર્સ આ તસવીરો જોયા બાદ દેવોલીનાની ફિટનેસના વખાણ કરતા થાકતા નથી.
આપને જણાવી દઈએ કે, બિગ બોસ 13 પછી દેવોલિનાની ઓળખ બની ગઈ છે અને તે ટેલિવિઝનની એક પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ છે.
બિગ બોસ 13 પછી, દેવોલિનાએ ટીવી શો સાથ નિભાના સાથિયામાં ગોપીની ભૂમિકા નિભાવીને ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ સાબિત થઈ છે.