ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
કર્ણાટક ટ્રાન્સપૉર્ટ ડિપાર્ટમેન્ટે એક મોટી કાર્યવાહી કરીને સાત લક્ઝરી કાર જપ્ત કરી છે, જેમાં બૉલિવુડના બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનના નામ પર રહેલી રોલ્સ રોયસ કાર પણ જપ્ત કરી હતી.
BMCની ચૂંટણીમાં મેયરના ઉમેદવાર તરીકે આ પાર્ટીએ ત્રણ અભિનેતાના નામ આપ્યા; જાણો વિગતે
બેંગ્લોરમાં ટ્રાન્સપૉર્ટ ખાતા દ્વારા રોડ ટૅક્સ જમા નહીં કરવાને કારણે આ લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી હતી. પોલીસની સાથે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં રોલ્સ રોયલ, લૅન્ડ રોવેર, પોર્ચ, જાગુર જેવી અનેક મોંધી કારનો સમાવેશ થાય છે.
અમિતાભ બચ્ચનના નામ પર રહેલી કાર જોકે 20219માં જ એક બિલ્ડર યુસુફ શરીફ ઉર્ફ બાબુને વેચી દેવામાં આવી હતી. બચ્ચન પરિવારને આ કાર ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપરા તરફથી 2007ની સાલમાં ગિફ્ટમાં મળી હતી. કાર વેચી દેવામાં આવી હતી, પરંતુ નામ ટ્રાન્સફર કરવામાં આવ્યું ન હોવાથી એ હજી સુધી અમિતાભ બચ્ચનના નામ પર જ હતી.

Leave a Reply